#PATAN : ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાનનાં દિધૉયુષ્ય માટે શિવ વંદના કરાઈ..

બગવાડા દરવાજા ખાતે પંજાબ નાં મુખ્યમંત્રીનાં પૂતળા નું દહન કરાયું..

પાટણ તા.6
તાજેતરમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાફલાને પંજાબ ની કોગ્રેસ સરકાર દ્વારા રોકી રાખી તેમના જીવને જોખમ મા મૂકી નિમ્ન કક્ષાની રાજનીતિ કરી છે જે સંદર્ભે પ્રધાનમંત્રીના દીર્ઘાયુષ્ય માટે ગુરુવારે પાટણ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના સુભાષચોક નજીક આવેલ નિલકંઠ મહાદેવના મંદિર પરિસર ખાતે શિવ વંદના સહિત મહામૃત્યુંજય મંત્ર ના જાપ નું આયોજન કરવામાં આવ્યું હતું.


આ ધાર્મિક કાર્યક્રમ બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા પંજાબ સરકાર ની વિરુદ્ધ માં વિરોધ પ્રદર્શિત કરતા પ્લેકાર્ડ સાથે પંજાબ નાં મુખ્યમંત્રીનાં પૂતળા દહન નો કાર્યક્રમ શહેરના બગવાડા દરવાજા ખાતે યોજવામાં આવ્યો હતો.


આ કાર્યક્રમ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર, પ્રભારી ગોવિંદભાઇ પટેલ સહિત પાટણ જિલ્લા- શહેરના પદાધિકારીઓ, પ્રદેશ,જિલ્લા,શહેર મોરચા પદાધિકારીઓ, શકિત કેન્દ્ર સંયોજકો,પ્રભારીઓ,નગર સેવકો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોવાનું પાટણ જિલ્લા ભાજપ મિડિયા કન્વીનર જયેશભાઈ દરજીએ જણાવ્યું હતું.