#AMBAJI : ભાજપ નાં કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસ નો પૂતળાદહન કરાયો…..

ખોડીવડલી સર્કલ પર કોંગ્રેસ નું પૂતળું દહન કરાયું….

પંજાબ માં પી.એમ મોદી ની સુરક્ષા માં ચૂક ને લઇ ને ભાજપ કાર્યકર્તાઓમાં રોષ….


ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ ખાતે ભાજપ નાં કાર્યકર્તાઓ દ્વારા ગત સાંજે ખોડિવડલી – ડિ.કે સર્કલ પાસે કોંગ્રેસ નું પૂતળું બનાવી ને દહન કરવામાં આવ્યું , જેમાં અંબાજી ભાજપ નાં તમામ કાર્યકર્તાઓ અને નેતાઓ મોટા પ્રમાણ માં જોડાયા હતા અને કોંગ્રેસ હાય – હાય નાં નારા લગાવી કોંગ્રેસ પ્રત્યે નો રોષ વ્યક્ત કર્યો હતો .

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા પી.એમ મોદી ફિરોજપુર જઈ રહ્યા હતા ત્યારે પંજાબ નાં મુખ્યમંત્રી ને પી.એમ મોદી ની સુરક્ષા ની જવાબદારી સોંપાઈ હતી પરંતુ અગાઉ સૂચના મળ્યા છતાં પણ પી.એમ.ની માર્ગ સુરક્ષા ને લઇ ને ઘોર બેદરકારી દાખવી હતી અને ભીનું સંકેલવાનો પ્રયાસ કરાયો હતો .જે બાબતે સમગ્ર ભાજપ પાર્ટી માં પંજાબ કોંગ્રેસ શાસકો પ્રત્યે નારાજગી અને રોષ જોવા મળ્યો હતો જેની અસર સમગ્ર દેશ સહિત અંબાજી ખાતે પણ જોવા મળી હતી . અંબાજી ભાજપ નાં અગ્રણી દિનેશ પૂજારી ની આગેવાની માં તમામ ભાજપ કાર્યકર્તાઓ જોડે રહી ને કોંગ્રેસ નું પૂતળું દહન કરાયું હતું.

અલકેશ સિંહ ગઢવી અંબાજી