#PATAN : શ્રી પદ્મનાભજી ભગવાનના સાનિધ્યમાં સૌ પ્રથમવાર શ્રી વિષ્ણુ યજ્ઞ કરવામાં આવ્યો..

૨૪ વર્ષ પૂર્વે ની મનોકામના પૂર્ણ થતાં યજમાન પરિવારે પદ્મનાભજી મંદિરમાં પ્રવેશ કરી ભગવાન નાં દર્શન કર્યા.

પાટણ તા.૬
પાટણ પ્રજાપતિ-સ્વામી પરિવારના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજી નાં સાનિધ્યમાં પોષ સુદ-૪ને ગુરૂવારના પવિત્ર દિવસે સ્વ.અમીચંદદાસ નારણદાસ સ્વામી પરિવારના પુત્ર ગોવિંદભાઈ અમીચંદદાસ સ્વામી દ્વારા ૨૪ વષૅ પૂર્વેની પોતાની મનોકામના પરિપૂર્ણ થવાની ખુશીમાં ભક્તિ સભર માહોલમાં સૌ પ્રથમવાર શ્રી વિષ્ણુ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું..


યજ્ઞ નાં પ્રારંભ પૂર્વે ૨૪ વષૅ પૂર્વે ની મનોકામના સિદ્ધ થવા બદલ ગોવિંદભાઈ સ્વામી એ મુંબઈ સ્થિત પોતાની ધમૅની બહેન ગં.સ્વ.રાજુલબેન સોની પરિવાર સાથે શ્રી પદ્મનાભજી ભગવાનના મંદિર માં પ્રવેશ કરી ભગવાન ના દશૅન સાથે આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
શ્રી પદ્મનાભજી ભગવાનના મંદિર પરિસર ખાતે આયોજિત કરાયેલા શ્રી વિષ્ણુ યજ્ઞના યજમાન પદે ગોવિંદભાઈ અમીચંદભાઈ સ્વામી પરિવાર અને તેમના ધમૅના બહેન ગ.સ્વ.રાજુલબેન સોની પરિવારે લ્હાવો લીધો હતો.


શ્રી વિષ્ણુ યજ્ઞની શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વિધી પાટણના વિદ્વાન શાસ્ત્રી દિપકભાઈ તેમજ ડો.અમિત ઓઝા સહિતના ભૂદેવો દ્વારા ભક્તિ સંગીતના સુરો વચ્ચે કરવામાં આવી હતી. શ્રી વિષ્ણુ યજ્ઞ પ્રસંગે સ્વ અમીચંદભાઈ નારણદાસ સ્વામી પરિવારના પ્રહલાદભાઈ સ્વામી, સ્વ.હરિભાઈ સ્વામી, ઈશ્વરભાઈ સ્વામી અને કમલેશભાઈ સ્વામી પરિવાર સહિત સગા-સંબંધીઓ, સ્નેહિમિત્રો, અમેરિકા સ્થિત પરિવારજનોએ ઉપસ્થિત રહી દશૅન પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.