#PATAN : વઢીયાર નાયી સમાજનો જહુ માતા પદયાત્રા સંઘ પાટણ આવી પહોંચતા પાટણ નાયી સમાજ દ્વારા ભવ્ય સામૈયું કરાયું…

અનાવાડા નાં બલાભાઈ ભરવાડ પરિવાર દ્વારા પદયાત્રામાં જોડાયેલા પદયાત્રી માટે છેલ્લા સાત વર્ષથી પ્રસાદ ની સેવા પુરી પાડવામાં આવે છે..

પાટણ તા.૭
વઢીયાર નાઈ સમાજ દ્વારા છેલ્લા સાતેક વરસથી અમદાવાદ ગોતા થી પાટણ તાલુકાના ધારણોજ ગામના પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી જહુ માતાના સ્થાનકે ભક્તિ સંગીતના સુરો વચ્ચે માતાજીની માંડવી સાથે પદયાત્રા સંઘ નું આયોજન કરવામાં આવે છે જે ચાલુ સાલે પણ અમદાવાદ ગોતાથી મંગળવારે પ્રસ્થાન પામેલ ૬૦ જેટલા ભક્તો નો પદયાત્રા સંઘ શુક્રવારના રોજ પાટણ ખાતે આવી પહોંચતા પાટણ નાયી સમાજ દ્વારા પદયાત્રા સંઘ નું ભક્તિમય માહોલ વચ્ચે ઉષ્મા પૂર્ણ રીતે સ્વાગત સામૈયું કરવામાં આવ્યું હતું.


પદયાત્રામાં જોડાયેલા પદયાત્રી ભાવિક ભક્તોએ જણાવ્યું હતું કે ૨૦૧૪ થી અવિરત પણે વઢીયાર નાયી સમાજ દ્વારા અમદાવાદ ગોતા થી ધારણોજ શ્રી જહુ માતા પદયાત્રા સંઘ નું આયોજન સમાજના તમામ લોકોના સહકારથી કરવામાં આવે છે. જેમાં ૨૫૦ જેટલા પદયાત્રીઓ શ્રદ્ધા ભક્તિ સાથે આ પદયાત્રામાં જોડાતા હોય છે. પરંતુ કોરોના ની વૈશ્વિક મહામારી ને ધ્યાનમાં રાખીને છેલ્લા બે વર્ષથી ૫૦ થી ૬૦ જેટલા જ માઇભકતો કોરોના ની ગાઈડલાઈન મુજબ આ પદયાત્રા સંઘ માં જોડાય માના ચરણોમાં શિશ નમાવી પોતાની મનોકામના સિદ્ધ બને તે માટે માના આશીર્વાદ મેળવતા હોય છે. પાટણમાં પદયાત્રાનું પ્રસ્થાન થતાં અનાવાડા સ્થિત બલાભાઇ રાજાભાઈ ભરવાડ પરિવાર દ્વારા દર વર્ષે પદયાત્રીઓ માટે પ્રસાદનું આયોજન કરવામાં આવતું હોય છે જેઓની આ સેવાકીય પ્રવૃતિને પદયાત્રામાં જોડાયેલા તમામ ભક્તો એ સરાહનીય લેખાવી માં જહુ ના આશીર્વાદ સદાય તેઓના પરિવાર ઉપર વરસતા રહે તેવી કામનાં વ્યક્ત કરી હતી. અમદાવાદ ગોતા થી પ્રસ્થાન પામેલ આ પદયાત્રા સંઘ જહુ માતા મંદિરે પહોંચતા માતાજીના જય જય કાર વચ્ચે મંદિર શિખર પર ધજા લહેરાવી માં સમક્ષ પોતાની મનોકામના પરિપૂર્ણ બને તેવા આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી..