#PATAN : કોરોના ની સંકમણ નેં ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લામાં દિનદયાળ ઔષધાલયો કાયૅરત કરાશે..

જિલ્લામાં કુલ ૧૩ ઔષધાલયો કાયૅરત બનાવવામા આવશે..

પાટણ માં ૩ અને સિધ્ધપુર માં ૧ દિનદયાળ ઔષધાલય શરૂ કરવામાં આવ્યા..

પાટણ તા.૭
રાજ્યમાં કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં લઈને પાટણ જિલ્લામા આરોગ્યની સેવાઓમા વધારો કરવામાં આવી રહ્યો છે, પાટણ શહેરમાં સ્થાનિક કક્ષાએ લોકોને આરોગ્ય સેવા મળી રહે તે માટે કુલ ૧૩ દિનદયાળ ઔષધાલય કાર્યરત કરી લોકોને સાંજના સમયે સેવાનો લાભ પૂરો પાડવા તંત્ર દ્વારા નિર્ણય કરાયો છે.


પાટણના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર્યએ એક મુલાકાતમાં આ અંગે માહિતી આપતા જણાવ્યૂ હતું કે, પાટણ જિલ્લામાં હાલમાં પાટણમાં ૩ અને સિદ્ધપુરમાં ૧ મળી ૪ દીનદયાળ ક્લિનીક કાર્યરત છે અને આગામી સમયમાં બીજા નવા ૯ ઔષધાલય ખોલવામાં આવશે. આ માટે ડૉક્ટરોની નિમણુંક માટેના ગુરુવારે જિલ્લા પંચાયત ખાતે ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા હતા. શહેરી વિસ્તારમાં સ્થાનિક લોકોને નજીકમાં આરોગ્યની સેવાઓ મળી રહે તે તેની પાછળનો મુખ્ય હેતુ રહ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતુ. આ ઔષઘાલયો માટે ડૉક્ટરોની નિમણુંક કરવા
જિલ્લા પંચાયત પાટણ ખાતે આરોગ્ય વિભાગમાં એમબીબીએસ અને આયુષ તબીબોના વોક ઇન ઇન્ટરવ્યૂનું આયોજન કરાયું હતું.
૧૧ માસના કરાર આધારિત ડૉક્ટરોની પસંદગી માટે ડીડીઓની અધ્યક્ષતામાં સીડીએચોઓ, એડીએચઓ, નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસરની કમિટી બનાવી ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું તેઓએ જણાવ્યું હતુ.