#CHANASMA : નીમા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો..

ડૉ. કરશનભાઈ કે પટેલ ના જન્મ દિવસ ની ઉજવણી નિમિતે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં ૧૭૦ બોટલ બ્લડ એકત્ર કરાયું..

પાટણ તા.૭
ચાણસ્માના રૂપપુર ખાતે આવેલ નીમા મેમોરિયલ ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા નીમા મેમોરિયલ ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી કરસનભાઈ કે પટેલ ના જન્મદિવસ નિમિત્તે શુક્રવારના રોજબ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૭૦ બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું.


પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં દાન આપી નામના મેળવનાર તેમજ વિવિધ સેવાકીય સંસ્થાઓ માં પણ સેવા બજાવનાર એવા નીમા મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રમુખ કરસનભાઈ કે પટેલના જન્મદિવસ નિમિત્તે તેમના વતન ચાણસ્મા તાલુકાના રૂપપુર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ૧૭૦ જેટલા લોકોએ સ્વૈચ્છાએ રક્તદાન કર્યું હતું.
આ પ્રસંગે મંત્રી મુકેશભાઇ પટેલે અને કોલેજના આચાર્ય રોહિતકુમાર એન દેસાઈ એ જણાવ્યું હતું કે માનનીય કરસનભાઈ કે પટેલ આ સંસ્થાના સ્થાપક છે તેમનો આજે જન્મદિવસ હોય તેમજ જન્મદિવસ નિમિત્તે કોલેજ માં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ચાણસ્માના રૂપપુર ગામ ખાતે રાખેલ છે જેમાં ૧૭૦ જેટલી બ્લડ બોટલ એકત્ર થઇ હોવાનું તેઓએ જણાવ્યું હતુ.


આ પ્રસંગે નીમા મેમોરિયલ ગ્રામ વિકાસ ટ્રસ્ટ ના કરસનભાઈ કે પટેલ, બાબુભાઇ જે.પટેલ . ઉપપ્રમુખ, નરેન્દ્રભાઈ કે પટેલ મંત્રી, મુકેશભાઈ જે પટેલ મંત્રી, કોલેજના આચાર્ય ડો રોહિતકુમાર એન દેસાઈ . યોગેશભાઈ બી પ્રજાપતિ આચાર્ય કે.વી.પટેલ આઈટીઆઈ .ડો.જીતુભાઈ કોલેજ ના તમામ પ્રોફેસરો તેમજ વોલન્ટરી બ્લડ બેન્ક મહેસાણાના પ્રમુખ અને કર્મચારીઓ બ્લડ બેન્કનો સ્ટાફ, ચાણસ્મા કોલેજના વિધાર્થીઓ સ્ટાફ સહિતનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.