#PATAN : ચંદ્રુમાણા થી રામદેવરા પારંપરિક પદયાત્રા સંઘ નું 50 પદયાત્રીઓ સાથે પ્રસ્થાન…

છેલ્લા 15 વર્ષથી પૂર્વ સરપંચ લગધીરભાઇ તેજાભાઈ દેસાઈ પરિવાર દ્વારા ચંદ્રુમાણા થી રામદેવરા પદયાત્રા સંઘ નું આયોજન કરાય છે..

પાટણ તા.૭
પાટણ જિલ્લા નાં ચંદ્રુમાણા ગામે થી સિકોતર માતાજીના મંદિરેથી 50 પદયાત્રીઓ સાથે રાજસ્થાનમાં આવેલા રામદેવરા ના પવિત્ર સ્થાનકે ધજા રોહણ કરવા પ્રસ્થાન થયું હતું.
પદયાત્રા નાં પ્રારંભ પૂર્વે સિકોતર માતાજીના મંદિરે પદયાત્રીઓએ માના આશીર્વાદ મેળવી ચંદ્રુમાણા ગામ ના મુખ્ય માર્ગો ઉપર વાગતા ઢોલે શોભા યાત્રા રૂપે પસાર થઈ ગૌરી માતાજી ના મંદિરે દર્શન કરી રામદેવરા જવા માટે પદયાત્રા સંઘે પ્રસ્થાન કર્યું હતું.
છેલ્લા 15 વર્ષથી ગામના પૂર્વ સરપંચ લગધીરભાઈ તેજાભાઈ પરિવાર દ્વારા પદયાત્રા સંઘ નું આયોજન કરવામાં આવે છે આ પદયાત્રા નાં પ્રસ્થાન પ્રસંગે લગધીરભાઈ તેજાભાઈ ના પરિવારજનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.