હે ભગવાન ! રાજકોટમાં ૮૨ બાળકોને કોરોના વીંટળાયો

 • રાજકોટ શહેર સહિત જિલ્લામાં છેલ્લા એક મહિનામાં કોરોનાનો જ્વાળામુખી ફાટ્યો, એક માસમાં 3૭ સ્કૂલમાં કાતિલ વાયરસની થઇ ચુકી છે એન્ટ્રી
 • જિલ્લા શિક્ષણાધિકારી હસ્તકની ૨૦ શાળામાં ૫૫ છાત્રો અને ૫ શિક્ષક કાતિલ વાયરસની ઝપટમાં

જિલ્લા પંચાયત હસ્તકની ૧૨ સરકારી શાળા અને ૫ ખાનગી શાળામાં ૨૭ વિદ્યાર્થીને કોરોના વીંટળાઇ ગયો

કોરોનાના ઘાતક બીજા વેવના દહેશતભર્યા કારમા દિવસોની કંપારી કદાચ આજીવન ભૂલાઇ શકે તેમ નથી. ફરી એકવખત રાજકોટ કાળમૂખા કોરનાના ઢેર ઉપર આવી ગયુ છે. અત્યંત ગંભીરતા લેવા જેવી ચિંતાજનક સ્થિતિ હવે એ નિર્માળ પામી છે કે જેમણે વેક્સીનનો એકપણ ડોઝ લીધો નથી તેવા ૧૫ વર્ષથી નીચેની ઉંમરના માસૂમ બાળકો ટપોટપ કાતિલ વાયરસની ઝપટમાં આવતા લાગતાં વાલીઓ ભયના ઓથાર હેઠળ આવી ગયા છે. માત્ર છેલ્લાં એક જ મહિનામાં રાજકોટ શહેરના ૫૫ સહિત જિલ્લાભરમાં ૮૨ વિદ્યાર્થીઓ કોરોનાના અજગરભરડામાં આવી ગયા છે. એ બાબત સુચવે છે કે, ગંભીરતા કઇ હદે આવી ગઇ છે. રાજકોટમાં રિતસર કોરોનાનો જ્વાળામુખી ફાટી ગયો છે. તેના દાવાનળમાં નકરે નરાયણ કોઇ માસૂમનો જીવ સેકન્ડ વેવની જેમ જોખમમાં મુકાઇ જાય એ પહેલાં સરકારે કોઇપણ પ્રકારનો ક્ષણિક વિચાર કર્યા વગર શાળાઓમાં શિક્ષણ ઓફલાઇન બંધ કરીને ઓનલાઇન ચાલુ રાખવામા આવે એ દિવસો હવે આવી ગયા છે.

DEO હસ્તકની આટલી ૨૦ શાળામાં થઇ ચુકી છે કોરોનાની એન્ટ્રી

 • નચિકેતા
 • નિર્મલા
 • એમ.બી.ધુલેશિયા
 • એસ.એન.કણસાગરા
 • શક્તિ સ્કૂલ
 • વિજય મોદી
 • ગેલેક્સી પ્રિમિયર
 • રાજકોટ પબ્લિક
 • સેન્ટમેરી
 • વિવેકાનંદ સ્કૂલ(આટકોટ)
 • આર.ડી.ગોવાણી(સૂપેડી)
 • ફરેણી ગુરુકુળ
 • આઇ.પી.મીશન
 • કે.જી.ધોળકિયા
 • સાધુ વાસવાણી
 • ક્રાઇસ્ટ સ્કૂલ
 • સંગ્રામસિંહ હાઇસ્કૂલ(ગોંડલ)
 • શાળા નં.૬૪(રાજકોટ મનપા)

૭૦૦માંથી માત્ર ૧૬૦ શાળામાં જ ચેકિંગ સ્કવોર્ડ ગઇ, આમા બાળકો કેમ બચશે?

માત્ર ૮ ટીમ દ્વારા ચાલતુ ચેકીંગ, કોરોનાના એકપછી એક બોમ્બ ફૂટે તેની રાહ જોવાય છે?

શિક્ષણ વિભાગ ખાસ કરીને રાજકોટમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રાથમિક શાળાઓમાં કોરોના ગાઇડલાઇનનું પાલન થાય છે કે કેમ? તેનુ ચેકિંગ કરવા માટે ખાસ સ્કવોર્ડ બનાવી છે. ૮ ટીમ દ્વારા ચેકિંગ ચાલતુ હોવાનો દાવો છે. આ કહેવાતી ચેકિંગ સ્કવોર્ડની કામગીરી માત્ર કાગળ પર જ થતી હોવાનું સ્પષ્ટ એટલા માટે માની શકાય કે, હરામ એકેય સમ ખાવા પુરતી સ્કુલમાં કોરોના ગાઇડલાઇનના પાલન ભંગ બદલ પગલાં લેવાયા હોય! બધી શાળાઓમાં સબ સલામત જ છે? એવો સવાલ ઉઠી રહ્યો છે. નોંધનીય છે કે ૭૦૦થી વધુ પ્રાથમિક શાળાઓ છે. તેમાથી અત્યાર સુધીમાં માત્ર ૧૬૦ સ્કૂલમાં જ ચેકિંગ થઇ શક્યુ છે. તમામ ૭૦૦ સ્કુલમાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન થાય છે કે કેમ? એ નિયમિત ચેકીંગ થાય એ પહેલા તો શાળાઓમાં કોરોનાના એકપછી એક બોમ્બ ફૂટવા લાગશે એ નક્કી છે.

મનપાની શાળા નં.૬૪માં ૫માં ધોરણમાં ભણતા છાત્રા, શિક્ષકને કોરોના

રાજકોટના સાધુ વાસવાણી રોડ પર મનપાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળા નં.૬૪માં આજે સવારે ૫માં ધોરણમાં અભ્યાસ કરતા એક બાળક તેમજ એક શિક્ષકને કોરોના વળગી ગયો છે. બન્ને સારવાર હેઠળ છે. શાળા તાત્કાલિક અસરથી બંધ કરીને બાળક તેમજ શિક્ષકના સંપર્કમાં આવ્યા હોય એ તમામના ટેસ્ટ કરવામા આવ્યા છે.

કલેકટરને IMAની ચેતવણી : સ્કૂલો બંધ કરો, નહીંતર એક્ટિવ કેસ ૧૦ હજારને વટી જશે

રાજકોટ જિલ્લા કલેકટર અને ઇન્ડિયન મેડીકલ એસોસિએશનના હોદેદારો વચ્ચે ગઇકાલે મીટીંગ મળી હતી અને સોમવારે શહેરના તમામ ટોચના તબીબો સાથે કલેકટર હાઇલેવલ મીટીંગ યોજવાના છે. દરમિયાન ગઇકાલની મીટીંગમાં ઇન્ડિયન મેડીકલ એસોસિએશનના હોદેદારોએ કલેકટરને એવી સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, રાજકોટમાં કોરોન બુલેટ ટ્રેન ગતિએ વકરી રહ્યો છે.  હાલ તો એક્ટીવ કેસ ૪૧૨ છે પરંતુ જો વહેલીતકે શાળા-કોલેજ બંધ કરવામા નહીં આવે તો ટૂંક સમયમાં જ એકટીવ કેસનો આ આંકડો ૧૦ હજારને વટી જવાનો છે એ નક્કી છે. એ હદે કોરોના સંક્રમણની ચેનલ વિસ્તરી રહી છે.