પાટણ રોકડીયા ગેટ સ્વામી પરિવાર દ્વારા સ્નેહમિલન સાથે દાળ રોટલી ની ઉજાણી નું આયોજન કરાયું..

વર્ષો પૂર્વે રોકડીયા ગેટ સ્વામી પરિવાર દ્વારા કરાયેલા આયોજન ને લઈ પરિવારજનો માં ઉત્સાહ છવાયો..

પાટણ રોકડીયા ગેટ સ્વામી પરિવારના ભાઈઓના સ્નેહમિલન સાથે સમૂહ ઉજાણી નું આગામી દિવસોમાં આયોજન કરવામાં આવનાર હોય જેને સાગો પાગ સફળ બનાવવાનાં ભાગરૂપે શુક્રવારના રોજ પરિવાર નાં ભાઈઓની ચચૉ વિચારણા માટે મહત્વની બેઠક મળી હતી.
રોકડીયા ગેટ સ્વામી પરિવારના સભ્યો ની મળેલી બેઠકમાં ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજી પ્રસાદ રૂપે પિરસાતી દાળ રોટલી ની સમૂહ ઉજાણી કરવાનું સવૉનુમતે નક્કી કરવામાં આવ્યું હતું.
પાટણ રોકડીયા ગેટ સ્વામી પરિવાર દ્વારા વર્ષો પૂર્વે સમૂહ ઉજાણી સાથે સ્નેહમિલન પ્રસંગ ના આયોજનને સફળ બનાવવા રોકડીયા ગેટ સ્વામી પરિવારના ભાઈઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.