#RADHANPUR: રાધનપુર નગરપાલિકા નાં બે કમૅચારી રૂ.૨ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા..

તૈયાર બિલ્ડીંગ નું બીયુ પરમિશન મેળવવા લાંચની રકમ માંગણી કરતાં પાટણ એંસીબી ટીમ નાં હાથે ઝડપાયા..

રાધનપુર શહેરમાં ગણેશ કોમ્પલેક્ષ ની બીયુ પરમિશન માટે રાધનપુર નગરપાલિકા નાં બે કમૅચારીઓ દ્વારા રૂ ૨ લાખની માંગણી કરી હતી જે કોમ્પલેક્ષ નાં માલિક આપવા ઈચ્છતા ન હોય તેઓએ પાટણ એસીબી ઓફિસ નો સંપર્ક કરી શુક્રવારના રોજ છટકું ગોઠવી ઉપરોક્ત બન્ને કમૅચારીઓ ને લાચની રકમ સ્વિકારતા રંગે હાથ ઝડપી લેતાં સનસનાટી મચી જવા પામી હતી.


આ બાબતે મળતી હકીકત મુજબ કામના ફરીયાદીનું પોતાની માલિકીનું ગણેશ બીલ્ડીંગ કોમ્પલેક્ષ આવેલ છે જેના બાંઘકામ પૂરા થયા બાદનુ બી.યુ. પરમીશનનું પ્રમાણપત્ર મેળવવાની અરજી આ કામના ફરીયાદીએ કરેલ હતી જે બી.યુ. પરમીશનનું પ્રમાણપત્ર આપવા માટે રાધનપુર નગરપાલિકા વગૅ ૩ ના કમૅચારી જાદવ દ્વારા રૂપિયા ૨,૦૦,૦૦૦/- ની માંગણી કરેલ અને તે રકમ રાધનપુર નગરપાલિકા ઓથોરાઈઝ એન્જિનિયર સંજય પ્રજાપતિ ને આપવાનું કહેલ જે લાંચના નાણાં આ કામના ફરિયાદી આપવા માંગતા ન હોય તેઓએ એસીબીનો સંપર્ક કરતા તેઓની ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના પ્રજાપતિ સંજય પોતાના ઉપરી જાદવ વતી રૂપિયા ર,૦૦,૦૦૦/- ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જતાં અને આ બાબતની જાણ રાધનપુર નગરપાલિકા સહિત રાધનપુર શહેરમાં વાયુ વેગે ફેલાતા સનસનાટી મચી જવા પામી હતી.


એસીબી ટીમ દ્વારા બન્ને આરોપીને ઝડપી આગળની તજવીજ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
એસીબી ની કામગીરી મા
ટ્રેપિંગ અધિકારી
એચ.એસ.આચાર્ય ,પોલીસ ઇન્સપેકટર, એસીબી પો.સ્ટે. પાટણ અને સુપર વિઝન અધિકારી કે.એચ.ગોહિલ, મદદનિશ નિયામક , એસીબી બોર્ડર એકમ ભૂજ સહિત નો સ્ટાફ હાજર રહ્યો હતો.