#PATAN : જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા પાટણ જિલ્લા નાં ધારાસભ્યો, સાંસદ સહિત કલેકટરને આવેદનપત્ર આપ્યું..

ગુજરાત રાજ્યના તમામ વિભાગોના ટેન્ડર આજથી
અચોક્કસ મુદત સુધી કોન્ટ્રાક્ટરો દ્વારા ભરવાનું બંધ કરાયું…

સરકારી કામો નાં ભાવ સામે મટીરીયલ માં અસહ્ય ભાવ વધારાને કારણે કોન્ટ્રાક્ટરો ને
નુકશાન ભોગવવાનો વારો..

સરકારી કામોમા ભાવ વધારાની માંગ સંતોષવામા નહીં આવે તો બીજા તબક્કામાં સરકારી બાંધકામો બંધ કરી દેવાની ચિમકી..

પાટણ તા.૮
ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશન દ્વારા ગુજરાત સરકારમાં માર્ગ અને મકાન વિભાગ, સિંચાઇ વિભાગ, નિગમો, પંચાયતો, અર્બન ડેવલપમેન્ટો વિભાગ, પોલીસ આવાસો, નગરપાલિકાઓ તેમજ અન્ય વિભાગોમાં વર્ષોથી જુના ભાવે કામો કરી રહ્યાં છે. છેલ્લા 6 થી 8 માસમાં વપરાતા સ્ટીલ, સિમેન્ટ, ડામર, રેતી, કપચી, ઇંટો સહિતના અન્ય બિલ્ડીંગ મટીરીયલ્સ તેમજ ટ્રાન્સપોર્ટેશન તથા કારીગરો અને મજૂરીનાં ભાવોમાં આશરે 30% થી 40% જેટલો અસહ્ય ભાવ વધારો થયો છે. જેથી ચાલુ કામો કોન્ટ્રાકટરો દ્વારા પુરા કરવા શક્ય નથી, તેથી ભાવ વધારો મેળવવા માટે સરકારમાં રજુઆત કરેલ હોવા છતાં સરકાર તરફથી કોઈ હકારાત્મક ઉકેલ આવેલ નથી.

તેમજ સરકારી રોડના કામોમાં આયાતી ડામર વાપરવાની છુટ માટે પણ રજૂઆત કરેલ હતી તેમજ કોન્ટ્રાકટરના બાકી પ્રશ્નો લાંબા સમયથી પડતર છે. તેથી કોન્ટ્રાક્ટરોની તા.03-01 2022ની મીટીંગમાં ગુજરાત રાજ્યના તમામ વિભાગોના ટેન્ડર તા.08-01-2022થી અચોક્કસ મુદત સુધી ભરવાનું બંધ કરવાનું નક્કી કરવામાં આવતા પાટણ જિલ્લાએ પણ આ બાબતે સમથૅન આપી જીલ્લાનાં કોન્ટ્રાકટરોએ મીટીંગ કરી સર્વસંમતિથી ઠરાવ કરેલ છે.
આ ઉપરાંત કોન્ટ્રાકટરોના પ્રશ્નોના ઉકેલ માટે જીલ્લાના સ્થાનિક ધારાસભ્ય ડો કિરીટ પટેલ, ચંદનજી ઠાકોર, સંસદસભ્ય ભરતસિંહ ડાભી તથા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.


ગુજરાત રાજ્યના જુદા-જુદા શહેરોમાં ચાલતા પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામો સ્વયંભૂ બંધ થયેલ છે. રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના આશરે 1.50 (એક લાખ પચાસ હજાર) આવાસોનું કામ બંધ પડેલ છે. જેમાં આશરે 10 હજાર કરોડના કામો બંધ થવા પામેલ છે.
ઉપરોક્ત બાબતોનો ઉલ્લેખ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે ત્યારે આ મામલે સરકાર હકારાત્મક અભિગમ અપનાવે તેવી ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશન વતી પાટણ જિલ્લા નાં કોન્ટ્રાક્ટરોએ અપેક્ષા વ્યક્ત કરી હતી.
સરકાર દ્વારા કોન્ટ્રાક્ટરોના હિતમા ઉકેલ લાવવામાં નહી આવે તો બીજા તબક્કામાં ગુજરાત રાજ્યના તમામ સરકારી કામો કોન્ટ્રાક્ટરો દ્વારા બંધ કરવાની ફરજ પડશે તેવી ચિમકી પણ કોન્ટ્રાક્ટરો ઉચ્ચારવામાં આવી છે.