#PATAN : શહેરમાં વહેલી સવારે વાતાવરણમાં ગાઢ ધુમ્મસ નાં કારણે વાહન ચાલકો મુશ્કેલી માં મુકાયાં..

વહેલી સવારે હાઇવે પર વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો માં અકસ્માતની સંભાવના..

હાઇવે પર લાઈટ ચાલુ રાખી વાહનચાલકો ને પસાર થવાની ફરજ પડી..

પાટણ તા.8
પાટણ શહેરમાં શનિવારે વહેલી સવારથી જ ધુમ્મ્સવાળું વાતાવરણ છવાતાં વાહનચાલકો પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો. હાઇવે પર વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો માં અકસ્માતની સંભાવના ઉભી થવા પામી હતી જેનાં કારણે હાઇવે પર લાઈટ ચાલુ રાખી વાહન ચાલકોને પસાર થવાની ફરજ પડી હતી.


પાટણ જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને લઇને અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની અસર જોવા મળી હતી. જેના પગલે જિલ્લામાં શનિવારે વહેલી સવારથી જ વાતાવરણ ધુમ્મસભર્યુ જોવા મળ્યું હતું. જેના કારણે નજીકના અંતરથી પણ કાંઈ દેખાતું ન હોવાથી વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.


ધુમ્મસ ના પગલે અકસ્માતની સંભાવના ઉભી થતાં વાહનચાલકો લાઈટ ચાલુ રાખી હાઈવે પરથી વાહનો લઈ પસાર થવા મજબૂર બન્યા હતા.