રાજસ્થાનથી નીકળેલા 1000 પદયાત્રીઓ સાથેના સંઘમા કોવિડ ગાઈડ લાઈન નાં ધજાગરા ઉડ્યા..

સોશ્યલ ડિસ્ટન્સ ભુલાયુ તો મોટાભાગના પદયાત્રીઓ માસ્ક વગર જોવા મળ્યા..

શંખેશ્વરમાં સંધનુ આગમન, સંઘમાળનો ભવ્ય કાર્યક્રમ યોજાશે..

સંઘ સામુહિક વરઘોડા, વિવિધ રાસ મંડળી, બેન્ડવાજા સાથે દેરાસરે પહોંચ્યો

વિશાળ સંખ્યામાં નીકળેલા સંઘમાં કોવિડ ગાઇડલાઇન ભુલાતા કોરોના ની ત્રીજી લહેર ને ખુલ્લું આમંત્રણ..

પાટણ તા.૮
રાજસ્થાનથી 1000 પદયાત્રીઓ સાથે નીકળેલા છરિ પાલક સંઘ શનિવારના રોજ શંખેશ્વર ખાતે આવી પહોંચ્યો હતો પરંતુ આ સંધમા કોવિડ ગાઈડ લાઈન નાં ધજાગરા ઉડ્યા હોય તેવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.
સંધ મા જોડાયેલા પદયાત્રીઓ માં સોશ્યલ ડિસ્ટન્સ નાં અભાવ સાથે મોટા ભાગના પદયાત્રીઓ માસ્ક વગર જોવા મળતા પાટણ જિલ્લા માં કોરોના ની ત્રીજી લહેર ને આમંત્રણ અપાતુ હોવાનો ગણગણાટ સાંભળવા મળ્યો હતો.
રાજસ્થાનથી પ્રસ્થાન પામેલ છરિ પાલક સંધ નું શનિવારે સવારે 10 કલાકે શંખેશ્વરમાં આગમન થયું હતું.
સંઘ સામુહિક વરઘોડા સાથે દેરાસર પહોંચ્યો હતો. નોંધનીય છે કે આવતીકાલે રવિવારે સંઘપતિઓની સંઘમાળનો શંખેશ્વર મુકામે ભવ્ય કાર્યક્રમ યોજાશે.
રાજસ્થાનના દાસપાથી 20 ડિસેમ્બરે 1000 પદયાત્રીઓ અને 200 કામદારોના સ્ટાફ સાથે નીકળેલા 1200 લોકોના છરિ પાલક સંઘનું 21 દિવસે શનિવારે શંખેશ્વરમાં આગમન થયું હતું.
વિશાળ સંખ્યામાં સવારે 10 કલાકે સામુહિક વરઘોડા, વિવિધ રાસ મંડળી, બેન્ડવાજા સાથે દેરાસરે પહોંચી દર્શન કરી 108 ભક્તિ વિહારમાં પહોંચ્યા હતા. આવતીકાલે રવિવારે આ સંઘનો ભવ્ય સંઘમાળનો કાર્યક્રમ યોજાશે.
ઉલ્લેખનીય છે કે આ વિશાળ સંખ્યામાં નીકળેલા સંઘમાં સોશિયલ ડિસ્ટન્સનું કોઈ જ પાલન જોવા મળ્યું નહોતું તો મોટાભાગના પદયાત્રીઓ માસ્ક વગર જોવા મળતાં પાટણ જિલ્લા માં કોરોના ની ત્રીજી લહેરને સંધ દ્વારા નિમંત્રણ અપાતુ હોવાનું સાંભળવા મળ્યું હતું.
જૈન ધર્મના ધાર્મિક છરિ પાલક સંધના સંધપતિ પરિવાર દ્વારા કરાયેલા ભક્તિ સભર આયોજન ની સાથે સાથે કોરોના ની મહામારી ને ધ્યાનમાં રાખીને કોવિડ ગાઈડ લાઈન નું પાલન કરવામાં આવે તેવી જિલ્લાની પ્રબુધ્ધ જનતા માં માંગ ઉઠવા પામી છે ત્યારે જિલ્લા પ્રશાસન દ્વારા પણ આવાં ધાર્મિક ઉત્સવો માં કોવિડ ગાઈડ લાઈન નું ચુસ્તપણે પાલન થાય તે માટે નાં પ્રયાસો કરવા જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.