#PATAN : યુનિવર્સિટી HNGU દ્વારા શરૂ કરવામાં આવેલ સેનેટરી ઈન્સપેક્ટર કોષૅના વિધાર્થીઓએ શહેરની વિવિધ હોસ્પિટલોમાં તાલિમ મેળવી..

વિધાર્થીઓ એ થીયરી સાથે પ્રેકટીકલ જ્ઞાન પ્રાપ્ત કર્યું..

યુનિવર્સિટી હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના વડા એ પાટણની હોસ્પિટલો આભાર વ્યક્ત કર્યો..

પાટણ તા.8
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના ડિપાર્ટમેન્ટ ઓફ હોસ્પિટલ મેનેજમેન્ટ ખાતે શૈક્ષણિક વર્ષ 2021 થી ડિપ્લોમા ઈન હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે.
અભ્યાસક્રમ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને થીયરી ની સાથે સાથે પ્રેક્ટીકલ માહિતી મળી રહે તે માટે પાટણની વિવિધ હોસ્પિટલમાં તાલીમ માટે 15 દિવસ નિયુકત કરવામાં આવ્યા છે.
પાટણ શહેર ની વિવિધ હોસ્પિટલોમાં અમથીબા હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ, ગીતા હાટૅ હોસ્પિટલ એન્ડ આઈ સી યુ ટ્રોમાં એન્ડ ડાયાલીસીસ સેન્ટર, શ્રીરંગ હાટૅ કેર મેડિકલ હોસ્પિટલ અને ઇકો કોડીયોગ્રાફી સેન્ટર, આધાર વુમન્સ હોસ્પિટલ તાલીમના ભાગ રૂપે નિયુક્તિ કરવામાં આવી છે.
ઉપરોક્ત હોસ્પિટલમાં વિધાર્થીઓને પ્રાથમિક સારવાર,હોસ્પિટલ સેનેટાઈઝેશન,બાયો મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ તેમજ ઇમરજન્સી સારવારની માહિતી પુરી પાડવામાં તેમજ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડવા સાથે તેમને પેકટિકલ નોલેજ આપવા બદલ ઉપરોક્ત હોસ્પિટલ સંચાલકો નો યુનિવર્સિટી હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના વડા ડો કે.કે પટેલ આભાર વ્યક્ત કર્યો હતો.