#PATAN : શહેરના પતંગ દોરી ના સ્ટોર ઉપર વનવિભાગ અને પોલીસ સ્ટાફની ટીમે ચાઈનીઝ દોરી નાં વેચાણ મામલે આકસ્મિક તપાસ હાથ ધરી..

પતંગ દોરી ના સ્ટોર ની તપાસ દરમિયાન એક પણ સ્ટોર માંથી ચાઈનીઝ દોરી ન મળી..

પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નું વેચાણ ન કરવાં ટીમે અપીલ કરી..

પાટણ તા.8
મકરસંક્રાંતિના પર્વને ધ્યાનમાં રાખીને પતંગ દોરી ના વ્યવસાય સાથે સંકળાયેલા કેટલાક વેપારીઓ દ્વારા ખાનગીમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી નું વેચાણ કરી રહ્યા હોવાની બાબતને ધ્યાનમાં રાખીને શનિવારના રોજ પાટણ વનવિભાગના અધિકારી સહિતની ટીમ સાથે પાટણ એ ડિવિઝન બી ડિવિઝન પોલીસ સ્ટાફે શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત પતંગ દોરી ના સ્ટોર ઉપર આકસ્મિક તપાસ હાથ ધરી હતી જોકે ટીમની આકસ્મિક તપાસ દરમિયાન શહેરના એક પણ પતંગ દોરી ના સ્ટોર પરથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી મળી ન આવતા ઉપસ્થિત ટીમના અધિકારીઓએ પતંગ દોરી ના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓને પ્રતિબંધિત ચાઇનીઝ દોરી નું વેચાણ ન કરવા અપીલ કરી હતી.


પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં પતંગ દોરી ના સ્ટોર ઉપર વન વિભાગ કચેરી અને એ ડિવિઝન,બી ડિવિઝન પોલીસ સ્ટાફ ની ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાતા પતંગ દોરી ના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓમાં પણ ઘડીભર માટે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.