#PATAN : જિલ્લાના CHC અને PHC સેન્ટરના આરોગ્ય કર્મીઓની ટ્રેનિંગ નો પ્રારંભ..

25-25 ની બેંચ દ્વારા આરોગ્ય કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે.

પાટણ તા.8
ગુજરાત સહિત પાટણમાં કોરોના કેસ વધતા આરોગ્ય તંત્ર દ્વારા શનિવારે ટ્રેનિંગ શરુ કરાઇ છે.
પાટણ ધારપુર હોસ્પિટલમાં આરોગ્ય કર્મચારીઓને ટ્રેનિંગ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો હોય જેમાં તજજ્ઞો દ્વારા આરોગ્ય લક્ષી માગૅદશૅન પુરૂ પાડવામાં આવી રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


ધારપુર હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવેલ આ ટ્રેનિંગ માં મેડિકલ ઓફિસરો,નર્સિંગ સ્ટાફ સહિતના તબીબી સ્ટાફ ની 25-25ની બેંચ દ્વારા ટ્રેનિંગ શરુ કરાઇ છે.
પાટણ જિલ્લામાં પણ આરોગ્ય કર્મચારીઓની ટ્રેનિંગ શરુ કરી દેવાઇ છે. જીલ્લાના ગ્રામ્ય વિસ્તારની CHC અને PHC સેન્ટરના આરોગ્ય કર્મીઓની ટ્રેનિંગ શરુ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આરોગ્ય કર્મીઓને ઓકિસજન,વેન્ટિલેટર , પીડીયાટ્રીક સહિતની તાલીમ આપવામા આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.