#PATAN : શહેરમાં સૌ પ્રથમવાર 26મી જાન્યુઆરી એ સૌથી ઊંચો અને મોટો રાષ્ટ્ર ધ્વજ રેલવે સ્ટેશન ખાતે લહેરાવાશે..

52 ફુટ ઊંચા થાંભલા ઉપર ફરકાવવામાં આવનાર રાષ્ટ્ર ધ્વજ નું ડેમોસ્ટ્રેશન કરાયુ..

પાટણ તા.8
પાટણ શહેરમાં આગામી તા 26 મી જાન્યુઆરી ને પ્રજાસત્તાક પવૅ નિમિત્તે સૌથી ઉચો રાષ્ટ્ર ધ્વજ લહેરાવવામાં આવનાર છે ત્યારે શનિવારે આ રાષ્ટ્ર ધ્વજ નું ડેમોસ્ટ્રેશન કરાયુ હતું.


પાટણ શહેરમાં રેલવે સ્ટેશન ખાતે 25 મીટર ઊંચા પોલ ઉપર શહેરમાં સૌથી મોટી લંબાઈ અને પહોળાઈ વાળો મોટો રાષ્ટ્રધ્વજ લહેરાય તેવો ધ્વજ વંદનનો ડેમો સ્ટ્રેશન ઉભું કરવામાં આવ્યું હતું.
આગામી 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન ધ્વજ વંદન કાર્યક્રમ યોજાનારા હોવાથી તેના માટે આયોજનના ભાગરૂપે ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 52 ફુટ લાંબા થાંભલા ઉપર રાષ્ટ્રધ્વજ ચડાવવામાં આવ્યો હતો અને જ્યારે તે ફરકે છે કે કેમ તેનું નિરીક્ષણ તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.