પાટણ જિલ્લામાં કોરોના વકર્યો : વધુ 12 પોઝિટિવ કેસ પ્રકાશમાં આવતા લોકો માં ફફડાટ…

સિદ્ધપુર પંથકમાં 7 પાટણ પંથકમાં 2 અને પાટણ શહેર માં 3 કેશ મળી કુલ 12 કેશ નોંધાયા..

સરસ્વતી તાલુકાના વધાસર ગામનાં ચૌધરીવાસ વિસ્તારને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો..

પાટણ તા.8
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના ના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે શનિવારના રોજ પાટણ શહેર સહિત જિલ્લામાં કુલ 12 કેશ કોરોના પોઝિટિવ નાં પ્રકાશમાં આવતા લોકો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે તો સરસ્વતી તાલુકાના વધાસર ગામનાં ચૌધરીવાસ વિસ્તારને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.


પાટણ જિલ્લા માં શનિવારે પ્રકાશમાં આવેલાં કોરોના પોઝિટિવ કેસ ની વિગત આપતાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે પાટણ જિલ્લાનાં સિદ્ધપુર તાલુકામાં 7 કેસ કોરોના પોઝિટિવ આવેલ છે જેમાં સિધ્ધપુર ની ધરણીધર સોસાયટી માં 28 વર્ષિય મહિલા, દેથળી ગામમાં 22 વર્ષિય 1 મહિલા , કાકોશી માં 3 કેસ પૈકી 2 મહિલા ઉ.વ.18/16અને 1 પુરુષ ઉ.વ.34,બિલીયા માં ત 2 કેશ જેમાં બન્ને મહિલાઓ ઉ.વ.60/65 જ્યારે પાટણ શહેરમાં 3 કેશ જેમાં પદમનાભ ચોકડી વિસ્તારમા 38 વર્ષિય પુરૂષ અને શ્રમજીવી સોસાયટી માં 40 વર્ષિય પુરૂષ અને શકિતપાકૅ સોસાયટી માં 18 વર્ષિય યુવતી તો પાટણ તાલુકાના મણુદ ગામે 1 કેશ જેમાં 25 વર્ષિય મહિલા અને રણુજ ગામે 1 કેશ જેમાં 50 વર્ષિય પુરૂષ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં પાટણ જિલ્લા માં શનિવારે કુલ 12 કેશ કોરોના પોઝિટિવ આવ્યા છે તો સરસ્વતી તાલુકાના વધાસર ગામનાં ચૌધરીવાસ વિસ્તારને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
પાટણ જિલ્લા માં અત્યાર સુધીમાં કુલ કોરોના પોઝિટિવ કેસ 10679 પ્રકાશમાં આવ્યા છે.તો હાલમાં 1328 લોકો નાં કોરોના રિપોર્ટ પેન્ડીગ છે.જ્યારે 573766 લોકો નાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોના નાં કારણે 109 લોકો નાં મૃત્યુ નિપજયાં હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના ની ત્રીજી લહેર શરૂ થતાં અને શનિવારે 12 કેશ કોરોના પોઝિટિવ આવતાં લોકો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે તો આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ની ત્રીજી લહેરને પહોંચી વળવા લોકોને સોશ્યલ ડિસ્ટન્સ સાથે ફરજિયાત માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી છે.