બાઘા બોય કોરોના સંક્રમિત

મુંબઈઃ કોરોનાની ત્રીજી લહેરમાં એક પછી એક સેલિબ્રિટી કોરોના સંક્રમિત થઈ રહી છે. કોરોનાનું સંક્રમણ હવે લોકપ્રિય ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારોમાં પણ ફેલાયું છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં ‘બાઘા’નું પાત્ર ભજવનારો ગુજરાતી અદાકાર તન્મય વેકરિયા પણ કોરોના સંક્રમિત થયો છે. તન્મય વેકરિયાએ પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાણકારી આપી છે.