નિરવ ગાંધી કરાઓકે ગૃપ ડીસા દ્વારા લાયન્સ હોલ ડીસા ખાતે એક સુરીલી શામ નામનો સંગીત મઢયો કાયૅક્રમ યોજાયો..

નિરવ ગાંધી કરા ઓકે ડીસા ગૃપ નાં કલાકારો એ જુનાં નવાં ફિલ્મી ગીતોની રમઝટ બોલાવી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ બનાવ્યા..

પાટણ તા.૮
પાટણમાં ગીત-સંગીત ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરનાર nirav ગાંધી મ્યુઝિક એકેડમી તેમજ nirav ગાંધી કરાઓકે ગ્રુપ દ્વારા બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં છેલ્લા બે મહિનાથી શરૂ કરેલ nirav ગાંધી કરાઓકે ડીસા ગૃપે પણ ગીત-સંગીત ક્ષેત્રે આગવી નામના પ્રાપ્ત કરી છે ત્યારે ડીસા શહેરમાં સફળતાના બે મહિનાની ઉજવણીના ઉપલક્ષ્યમાં લાયન્સ ક્લબ ડીસા ના સૌજન્યથી nirav ગાંધી કરાઓકે ગ્રુપ ડીસા દ્વારા શનિવારની સંધ્યાએ લાયન્સ હોલ ડીસા ખાતે એક સુરીલી શામ નામનો ગીત સંગીત મઢયો કાયૅક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.


nirav ગાંધી કરાઓકે ડીસા ગ્રુપ દ્વારા આયોજિત આ સુરિલા કાયૅક્રમ માં ગૃપ ના કલાકારોએ જુનાં નવાં ફિલ્મી ગીતો ની રમઝટ બોલાવી ઉપસ્થિત મહાનુભાવો સહિત શ્રોતાઓને મંત્રમુગ્ધ બનાવ્યા હતા.
આ પ્રસંગે લાયન્સ કલબ ડીસાના પ્રમુખ, મંત્રી, કારોબારી સભ્યો સહિત nirav ગાંધી કરાઓકે ગ્રુપ ડીસા ના કલાકારોનાં પરિવારજનો તેમજ ડીસાની સંગીતપ્રિય જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાયૅદક્રમને માણ્યો હતો.
ઉપસ્થિત સૌનું નિરવ ગાંધી કરા ઓકે ગૃપ નાં ઓનૅર નિરવ ગાંધી દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.