#PATAN : યુનિવર્સિટી HNGU ની મહિલા ટીમ ખેલો ઈન્ડિયા સ્પધૉ માટે કવોલિફાઈ બની..

ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીની ફેન્સિગ સ્પધૉ માં પ્રથમ વખત ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો..

યુનિવર્સિટી શારિરીક શિક્ષણ નિયામક સહિત યુનિવર્સિટી પરિવારે શુભેચ્છા સાથે શુભ કામનાઓ પાઠવી..

પાટણ તા.૯
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા શિક્ષણ ની સાથે સાથે સ્પોર્ટ્સ માં પણ વિધાર્થીઓ યુનિવર્સિટી નું નામ રોશન કરે તે માટે યુનિવર્સિટી સ્પોર્ટ્સ વિભાગ દ્વારા અવાર નવાર વિવિધ સ્પધૉઓ આયોજિત કરી ખેલ કૂદ માં માહિર વિધાર્થીઓને પ્રોત્સાહન પુરૂં પાડી રહ્યા છે.


તાજેતરમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ની મહિલા ટીમે સૌ પ્રથમવાર ફેન્સિગ સ્પધૉમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરતાં યુનિવર્સિટી ની મહિલા ટીમ ખેલો ઈન્ડિયા સ્પધૉ માટે કવોલિફાઈ બની યુનિવર્સિટી ને ગૌરવ અપાવ્યું છે. આ બાબતે વધુ માહિતી આપતાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી નાં શારિરીક શિક્ષણ વિભાગ ના નિયામક ડો ચિરાગ પટેલે જણાવ્યું હતું કે ગત તા.7 જાન્યુઆરી થી તા. 11 જાન્યુઆરી 2021 દરમ્યાન ગુરુ નાનક દેવ યુનિવર્સિટી, અમૃતસર મુકામે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ફેન્સીંગ મહિલા સ્પર્ધા આયોજિત કરવામાં આવી છે .જેમાં સૌ પ્રથમવાર પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ની મહિલા ટીમે પણ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. અને આ ફેન્સિગ મહિલા સ્પધૉ માં યુનિવર્સિટી ની મહિલા ટીમે ઉત્કૃષ્ટ દેખાવ કરતાં તેઓને ખેલો ઈન્ડિયા સ્પધૉ માટે કવોલિફાઈ કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.


હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણની મહિલા ટીમે પ્રથમવાર ફેન્સિગ સ્પર્ધામાં ભાગ લઈને ઉત્કૃષ્ટ દેખાવ કરી ખેલો ઈન્ડિયા સ્પધૉ માટે કવોલિફાઈ બની યુનિવર્સિટીને ગૌરવ અપાવ્યું હોય યુનિવર્સિટી ના  શારીરિક શિક્ષણ નિયામક ડો ચિરાગ પટેલ સહિત સમગ્ર યુનિવર્સિટી પરિવાર દ્વારા મહિલા ખેલાડીઓને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી ખેલો ઈન્ડિયા સ્પધૉ માં પણ વિજેતા બને તેવી શુભકામના વ્યક્ત કરી હતી.