#IDAR : ધારાસભ્ય હીતુભાઈ કનોડિયા એ ઈડર અને વડાલી સિવિલ હોસ્પિટલ ની આક્સ્મીક મુલાકાત લીધી..

આઇસીયુ વોડૅ અને ઓક્સિજન પ્લાન્ટ ની મુલાકાત લઈ તબીબો સાથે વિચાર વિમર્શ કર્યો..

ઈડર તા.૯

કોરોના ની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આરોગ્ય લક્ષી કામગીરી તેજ બનાવવામાં આવી છે ત્યારે કોરોના ની પ્રવર્તમાન પરિસ્થિતિ ને આગામી સમયમાં પહોચી વળવા ઇડર નાં યુવા ધારાસભ્ય હીતુભાઈ કનોડિયાએ ઈડર અને વડાલી સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લઈને આરોગ્ય લક્ષી સુવિધાઓ ની સમિક્ષા કરી હતી.


ઈડર ધારાસભ્ય હીતુભાઈ કનોડિયાએ સિવિલ હોસ્પિટલમાં કાયૅરત આઇસીયુ વોડૅ અને ઓક્સિજન પ્લાન્ટ ની મુલાકાત લઈ ફરજ પરના તબીબો સાથે કોરોના ની પ્રવૅતમાન પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે નાં આયોજન અંગે ચચૉ વિચારણા કરી જરૂરી સુચનો આપ્યા હતા.


ધારાસભ્ય હીતુભાઈ કનોડિયા દ્વારા ઇડર સિવિલ ના ૨ ઓક્સિજન પ્લાન્ટ અને વડાલી સિવિલના ૧ ઓક્સિજન પ્લાન્ટ ની મુલાકાત દરમિયાન સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા.