#PATAN : જિલ્લામાં કોરોના કેસોમાં ઉછાળો : વધુ 19 પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યાં..

સિદ્ધપુર ,પાટણ, ચાણસ્મા, સાંતલપુર અને સરસ્વતી પંથકમાં કોરોના પોઝિટિવ કેસોએ દેખા દીધી..

બાલીસણા ગામની 7 વર્ષિય માસુમ અને કાકોશી ગામે 14 વર્ષિય બાળક કોરોના સંકમિત બન્યા..

પાટણ તા.9
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના ના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે રવિવારે પાટણ શહેર સહિત જિલ્લામાં કુલ 19 કેશ કોરોના પોઝિટિવ નાં પ્રકાશમાં આવ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
પાટણ જિલ્લા માં રવીવારે પ્રકાશમાં આવેલાં કોરોના પોઝિટિવ કેસ ની વિગત આપતાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે પાટણ જિલ્લાનાં સિદ્ધપુર શહેરની

ધરણીધર સોસાયટીમાં 1, સવગુણ સોસાયટી માં 1, સિધ્ધપુર તાલુકાનાં ખાડિયાસણ ગામે 2 મહિલા, કાકોશી ગામે 1 યુવાન,

પાટણ શહેર ની પ્રભાત નગર સોસાયટી 1 યુવાન,સાલવીવાડા કલારવાડામા 1 વૃદ્ધા, પ્રાથૅના વિહાર 1યુવાન,યશ ટાઉનશિપ માં 1 પુરુષ,નિલકંઠ સોસાયટી 1 પુરુષ, વેરાઈ ચકલા માં 1 પુરુષ,

પાટણ તાલુકાના નોરતાં ગામે 1 પુરુષ,માડોત્રી ગામે 1 યુવાન, બાલીસણા ગામે 1 બાળકી, 1 મહિલા, ધારપુર 1 યુવાન, સાંતલપુર તાલુકાના પીપરાળા ગામે 1 પુરુષ, ચાણસ્મા ચમારવાસ માં 1 પુરુષ, સરસ્વતી તાલુકાના સરીયદ માં 1 મહિલા મળી પાટણ જિલ્લા માં કુલ 19 કેસ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું આરોગ્ય વિભાગ નાં સુત્રોએ જણાવ્યું હતું.


પાટણ જિલ્લા માં અત્યાર સુધીમાં કુલ કોરોના પોઝિટિવ કેસ 10698 પ્રકાશમાં આવ્યા છે.તો હાલમાં 898 લોકો નાં કોરોના રિપોર્ટ પેન્ડીગ છે.જ્યારે 574742 લોકો નાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોના નાં કારણે 109 લોકો નાં મૃત્યુ નિપજયાં છે જ્યારે 16 કોરોના સંકમિત દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.