#PATAN: પાટણ ઝીણીપોળ વિસ્તારના યુવાનો ફુલ ગુલાબી ઠંડીમાં તાપણાની મજા માણતા જોવા મળ્યા…

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી વાતાવરણમાં અચાનક આવેલા બદલાવને કારણે ઠંડી એ પણ જોર પકડ્યું છે શહેરીજનો કડકડતી ઠંડી નાં કારણે કારણ વગર બહાર જવાનું ટાળી રહ્યા છે તો શહેરના મહોલ્લા પોળો અને સોસાયટી વિસ્તારમાં લોકો સમુહમાં એકત્ર થઇ લાકડાનું તાપણું કરી સુખ દુઃખની વાતો સાથે ફુલ ગુલાબી ઠંડીમાં તાપણાની મજા માણતા જોવા મળી રહ્યા છે ત્યારે રવીવારે રજાના દિવસે શહેરના ઝીણીપોળ વિસ્તારના યુવાનો પણ ફુલ ગુલાબી ઠંડીની મધુર રાત્રી એ ગરમ તાપણું કરીને રજા ના દિવસને યાદગાર બનાવતા જોવા મળ્યા હતા..