#PATAN: પરિવારની સમૂહ ઉજાણી સાથે સાથે અનાવાડા નાં ખેડૂત પરિવારે શ્વાનો માટે ગરમા ગરમ સુખડી બનાવી..

પરિવારનાં સેવાભાવી લોકો એ અનાવાડા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો નાં ખેતરની રખેવાળી કરતાં શ્વાનોને સુખડી વિતરણ કર્યું..

છેલ્લા કેટલાક દિવસોથી પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઠંડી નું જોર વધ્યું છે ત્યારે રવિવારે રજા દિવસે કેટલાક પરિવારો શહેરની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો ની ખુલ્લી હવામાં ફુલ ગુલાબી ઠંડી ની મજા માણવા સમૂહ ઉજાણી કરી શિયાળા શકિત વધૅક ભોજનની મિજબાની માણી પરિવારની ભાવનાને ઉજાગર કરી રહ્યા છે.

ત્યારે રવીવાર ની રજા ના દિવસને યાદગાર બનાવવા પાટણ નજીક આવેલ અનાવાડા ના ગ્રામ્ય વિસ્તાર માં પુનમચંદ હીરાભાઈ પટેલ, રાજુભાઇ અમથાભાઈ પટેલ અને સ્વ. પ્રભુદાસ હીરાભાઈ પટેલ પરિવાર દ્વારા સમૂહ ઉજાણી નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પરિવાર જનોની સાથે સાથે તેઓ દ્વારા અબોલ શ્વાનોને ધ્યાનમાં રાખીને તેઓનાં ભોજન માટે ગરમા ગરમ સુખડી બનારાવામાં આવી હતી.


જે સુખડી નું વિતરણની નિસ્વાર્થ સેવા અનાવાડા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો નાં ખેતરોમાં રખેવાળી કરતાં અબોલ શ્વાનોને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના મંત્રી ભૂમિકા પટેલ, મેહુલ પટેલ, શીતલ પટેલ, જયેશ પટેલ, મિત પટેલ, દેવ પટેલ સહિતના પરિવારનાં સભ્યો દ્વારા કરવામાં આવતા શિયાળાની ફુલ ગુલાબી ઠંડીમાં ગરમા ગરમ સુખડી શ્વાનો એ પણ ભર પેટ આરોગી હતી.