#PATAN: ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણ દ્વારા શ્વાનો તેમજ કપિરાજો ને લાડુ નું વિતરણ કરવામાં આવ્યું..

સિદ્ધહેમ શાખા પરિવાર નાં પ્રમુખ,મંત્રી,ખજાનચી સહિતના સભ્યો જીવદયા ની સેવા પ્રવૃતિ માં જોડાયા..

ભારત વિકાસ પરિષદ સિદ્ધ હેમ શાખા પાટણ દ્વારા ઉતરાયણ પર્વ નિમિત્તે શ્વાન અને કપિરાજ ને કુલ ૬૦ કિલો લાડુ નું વિતરણ રવીવાર ની રજા નાં સદ ઉપયોગ ને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું.


ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પરિવાર દ્વારા શહેરના રાણકીવાવ, અને પદ્મનાભ મંદિર ખાતે અબોલ શ્વાનોને તેમજ કપિરાજો ને લાડુ નું વિતરણ કરી જીવદયા ની ભાવના ને ઉજાગર કરી હતી.


જીવદયા ની આ સેવા પ્રવૃતિ માં ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખાના પ્રમુખ સિરિષભાઈ પટેલ, મંત્રી કમલેશભાઈ પ્રજાપતિ, ખજાનચી વિષ્ણુભાઈ પટેલ , પ્રાંત પદાધિકારી જયેશભાઈ પટેલ , કમલભાઈ ચંદારાણા, નિરંજનભાઈ પટેલ તેમજ ગિરિશભાઈ પટેલ સહિત કારોબારી સભ્યોમાં ઘનશ્યામભાઈ ત્રિવેદી, અલ્પેશભાઈ પટેલ, રાજેશભાઈ ઠક્કર સહિતનાઓ હાજર રહ્યા હતા.


આ અબોલ જીવોની સેવા પ્રવૃતિ કાર્યક્રમના સંયોજક તરીકે જીગ્નેશભાઈ ઠકકર દ્વારા સુદર વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી.