#PATAN : ઉત્તર ગુજરાત માં માવઠાની અસર થી ખેડૂતોના પાકો ને થયેલ નુકસાન નો સવૅ કરાવી રિપોર્ટ તૈયાર કરવા જિલ્લા વિકાસ અધિકારીઓને સુચિત કરાયાં..

પાટણ ધારાસભ્ય ની રજૂઆત નાં પગલે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ના સચિવ દ્વારા કાયૅવાહી હાથ ધરવામાં આવી..

હવામાન ખાતાની આગાહી મુજબ સમગ્ર ઉત્તર ગુજરાતમાં કમોસમી માવઠાની અસર ના કારણે ખેડૂતોના પાકને થયેલ નુકસાન નો સર્વે કરાવી પાક નુકશાન નું વળતર ચૂકવવા પાટણ ધારાસભ્ય ડો કિરીટ પટેલ દ્વારા ગુજરાત રાજ્યના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના સચિવ મનીષ ભારદ્વાજ ને તાજેતરમાં કરાયેલી લેખિત રજૂઆતના પગલે વિભાગના સચિવ મનિષ ભારદ્વાજ દ્વારા ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી પોત પોતાના જિલ્લામાં માવઠા નાં કારણે ખેડૂતો નાં પાકોને થયેલ નુકસાન નો સવૅ કરાવી રિપોર્ટ તૈયાર કરવા સુચિત કરવામાં આવ્યા હોવાનું પાટણ ધારાસભ્ય ડો કિરીટ પટેલે જણાવ્યું હતું.