#PATAN : સમરસતા કાર્યક્રમ અંતર્ગત ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી ના નિવાસ સ્થાને અનુસૂચિત જાતિના પરિવારે ભોજન લીધું..

પાટણ. 9
“સમરસતા ” કાર્યક્રમ અંતર્ગત રવીવાર નાં રોજ પાટણ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી કુમારી જયશ્રીબેન લીલાધરભાઇ દેસાઈ ના નિવાસ સ્થાને અનુસૂચિત જાતિ ના વડીલ હેમાભાઈ સોલંકી તેમજ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહી સમૂહમાં ભોજન લઈ ને સમરસતા ની વિભાવનાને ચરિતાર્થ કરી હતી.


સમરસતા ની ભાવના સાથે આયોજિત આ સમૂહ ભોજન કાયૅક્રમ માં કુમારી જયશ્રીબેન લીલાધરભાઇ દેસાઈ ના પરીવાર સાથે પ્રજાપતિ હેતલબેન તેમજ સોલંકી ગીતાબેને પણ સાથે ભોજન લીધું હતું.
કુમારી જયશ્રીબેન લીલાધરભાઇ દેસાઈ ના પરીવારે પોતાનાં નિવાસસ્થાને સમરસતા ઉદાહરણ પૂરું પાડીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના મંત્ર સૌનો સાથ અને સૌનો વિકાસ ને સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવ્યુ હતુ.


કુમારી જયશ્રીબેન લીલાધરભાઇ દેસાઈ દ્વારા તેમના નિવાસસ્થાને આવેલ અનુસુચિત જાતિ ના પરીવારને કુમકુમ તિલક કરી સાલ ઓઢાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું અને અનુસુચિત જાતિ ની બહેનોને સાડીઓ આપી તેમનુ સન્માન કરવામાં આવ્યું હતું.