#PATAN : શહેર સહિત સમગ્ર જિલ્લામાં બુસ્ટર ડોઝ નો પ્રારંભ કરવામાં આવ્યો..

જિલ્લામાં 8500 હેલ્થ વકૅસૅ,10835 ફ્રન્ટ લાઈન વકૅસૅ અને 60 વષૅ થી ઉપરની ઉંમરના લોકોને બુસ્ટર ડોઝ અપાશે.

પાટણ તા.10
કોરોના ઓમિક્રોનની લહેર ને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સોમવારથી બુસ્ટર ડોઝ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં 350 કેન્દ્રો પર બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવતાં જે વ્યક્તિ એ પ્રથમ બે ડોઝ લીધાં હોય અને તેમનાં નવ મહિના પૂર્ણ થયાં હોય તેવાં વ્યક્તિ સહિત 60 વષૅથી ઉપરની ઉમર ધરાવતા વ્યક્તિઓએ બુસ્ટર ડોઝ લીધાં હતો.
જિલ્લામાં હેલ્થકેર વર્કર્સ 8500,ફ્રન્ટ લાઈન વર્કર્સ 10835, અને 60 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓને આ બુસ્ટર ડોઝ આપવામાં આવનાર હોવાનુ આરોગ્ય વિભાગ નાં સુત્રોએ જણાવ્યુ હતુ.અપાશે.
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં બુસ્ટર ઝોડ લેવા માટે તમામ કેન્દ્રો પર વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી હતી.
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વધતા જતા કોરોના કેશોને લઈ લોકો માં રસી લેવા માં ઉત્સુકતા જોવા મળી રહી છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સોમવારથી બુસ્ટર ડોઝ ની કામગીરી હાથ ધરી પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાને કોરોના મુક્ત બનાવવાની કામગીરી સરાહનીય બની રહી છે.