#PATAN : અખિલ ભારતીય કુભકાર મહાસંધ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો..

મહાસંઘના આગેવાનો,કાયૅકરોએ સ્વૈચ્છાએ પોતાનું રક્તદાન કર્યું..

પાટણ તા.10
પાટણ શહેરમાં પ્રથમ રેલવે ગરનાળા પાસે આવેલ દિવ્યઆશિષ કોમ્પલેક્ષમાં શરૂ થયેલી પાટણ વોલેન્ટરી બ્લડ બેન્ક ખાતે અખિલ ભારતીય પ્રજાપતિ કુંભકાર મહાસંઘ ન્યુ દિલ્હી ગુજરાત પ્રદેશ પાટણ જિલ્લા તરફથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજના બદલાતા ઝડપી યુગમાં વાહનોનું પ્રમાણ વધતા અકસ્માતોનું પ્રમાણ પણ વધ્યું છે.ત્યારે આવા કપરા સમયે અકસ્માતોમાં બ્લડની સવિશેષ જરૂરીયાત ઉભી થતી હોય છે.ત્યારે ઘણીવાર સમયસર બ્લડ ન મળવાના કારણે કોઈના પરિવારના સ્વજનને ગુમાવવા પડતા હોય છે.ત્યારે પાટણ શહેરમાં શરૂ થયેલ પાટણ વોલન્ટરી બ્લડ બેંક ખાતૈ બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન અખિલ ભારતીય પ્રજાપતિ કુંભકાર મહાસંઘ દ્વારા કરવામાં આવ્યું હતું.


આ બ્લડ ડોનેશન કેમ્પમાં અખિલ ભારતીય કુભકાર મહાસંઘના ગુજરાત અધ્યક્ષ મનહરભાઈ પ્રજાપતિ, પ્રદેશ યુવા અધ્યક્ષ શ્રેયાન્સભાઈ પ્રજાપતિ,પ્રદેશ યુવા મહાસચિવ અજયભાઈ પ્રજાપતિ,પ્રદેશ સંગઠનમંત્રી મંગળભાઈ પ્રજાપતિ,
પાલનપુર જગાણા તાલુકા પંચાયતના ડેલીકટ નયનાબેન પ્રજાપતિ,પાટણ જિલ્લા યુવા અધ્યક્ષ ગોવિંદ પ્રજાપતિ,
જિલ્લા મહાસચિવ મહેશ પ્રજાપતિ,સચિવ દર્શન પ્રજાપતિ, નિકુલ પ્રજાપતિ,હિરેનભાઈ ઓઝા, વિકેશભાઈ ઓઝા,સાંતલપુર તાલુકા યુવા અધ્યક્ષ અલ્પેશભાઈ પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં યુવાનોએ ઉપસ્થિત રહી પોતાનું બ્લડ ડોનેટ કર્યું હતું.બ્લડ ડોનરો નુ પ્રમાણ પત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું.