#PATAN : જિલ્લા નાં સમી- શંખેશ્વરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નાં ઓક્સિજન પ્લાન્ટ ને ખુલ્લો મુકવામાં આવ્યો..

ચાણસ્મા ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા..

કોરોના થી બચવા સોશ્યલ ડિસ્ટન્સ સાથે ફરજિયાત માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી..

પાટણ તા.10
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના નાં કેસો દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ની મહામારી ને પહોંચી વળવા અને કોરોના સંકમિત દર્દીઓને સમયસર ની સારવાર ઉપલબ્ધ બની રહે તે માટે તમામ પ્રકારની આરોગ્ય સુવિધા ઉપલબ્ધ બનાવી રહી છે.


ત્યારે સોમવારના રોજ પાટણ જિલ્લા ના શંખેશ્વર સામુહિક આરોગ્ય કેન્દ્ર અને સમી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે PSA ઓક્સિજન પ્લાન્ટનું ચાણસ્માના ધારાસભ્ય દિલીપભાઈ ઠાકોર અને પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.
ઓક્સિજન પ્લાન્ટ નાં લોકાપર્ણ પસંગે પ્રાંત અધિકારી,સમી તાલુકા પ્રમુખ, શંખેશ્વર ના આરોગ્ય કર્મચારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ચાણસ્મા ધારાસભ્ય દિલીપભાઈ ઠાકોર અને પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણા દ્વારા લોકોને સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા અપીલ કરી કોરોના થી બચવા સાવચેતી જાળવવા જણાવ્યું હતું.