#PATAN : ભુતિયા વાસણા થી રુગનાથપુરા સુધીના માર્ગનું પાટણ ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું..

પાટણ તા.10
ગત ચોમાસામાં પાટણ પંથકના અનેક માગૉ નું ધોવાણ થતાં ઉબડખાબડ બન્યા હતા જેના કારણે આવા માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો ને અનેક હાલાકી સાથે અકસ્માતની સંભાવના ઉભી થવા પામી હતી ત્યારે આ રસ્તા બાબતે પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલ સમક્ષ ગામજનો દ્વારા રજૂઆત કરવામાં આવતાં તેઓ દ્વારા યોગ્ય કરી આપવાની હૈયાધારણા આપી હતી.
સોમવારે પાટણ ધારાસ્ભય ડો કિરીટ પટેલ સહિતના મહાનુભાવો ની ઉપસ્થિતિ માં પાટણના ભુતિયા વાસણા બસ સ્ટેન્ડ થી રુગનાથપુરા સુધી ના ડામર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
પાટણના ધારાસભ્ય દ્વારા નવીન માગૅ નાં આયોજિત ખાત મુહુર્ત પ્રસંગે ભૂતિયા વાસણા અને રુગનાથપુરાના ગામજનો સહિતનાં આગેવાનો,કાયૅકરો ઉપસ્થિત રહ્યા હતા.