ગુજરાત પ્રજાપતિ ભાજપા વિચારધારા નાં પાટણ જિલ્લા કન્વીનર પદે ભરતભાઈ પ્રજાપતિ ની વરણી કરાઈ..

પાટણ તા.10
ગુજરાત પ્રજાપતિ ભાજપા વિચારધારા પાટણ જિલ્લાના યુવા પાંખના કન્વીનર પદે પાટણના સવારામ સ્ટુડિયો નાં માલિક પ્રજાપતિ ભરતકુમાર શંકરલાલ ની નિમણૂક કરવામાં આવી છે ત્યારે તેઓની આ વરણીને સમાજના લોકો સહિત તેમના મિત્રો અને ફોટોગ્રાફ્રો દ્વારા આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી.
ભરતભાઈ પ્રજાપતિ ની ગુજરાત પ્રજાપતિ ભાજપા વિચાર ધારા નાં કન્વીનર થવા બદલ પાટણ પ્રજાપતિ ફોટોગ્રાફર મંડળના પ્રમુખ પ્રજાપતિ દિનેશકુમાર અમૃતલાલ અને પ્રજાપતિ કલ્પેશ કુમાર દામોદરદાસ દ્વારા શુભેચ્છા મુલાકાત લીઈને શુભકામનાઓ પાઠવી હતી.