#PATAN : જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વડાપ્રધાન સાથે પંજાબ માં બનેલી ઘટના નાં વિરોધમાં પ્રદશૅન કરાયું..

જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા નાં આગેવાનો, કાયૅકરોએ કાળી પટ્ટી ધારણ કરી ધટના ને વખોડી..

પાટણ તા.10
પાટણ જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચો દ્વારા ડો બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે બગવડા દરવાજા ખાતે સોમવારના રોજ દેશના વડાપ્રધાન ઉપર તાજેતરમાં પંજાબ ખાતે એક રેલી દરમિયાન થયેલા હુમલાના પ્રયાસ ના વિરોધમાં ધરણા પ્રદર્શન કાયૅક્રમ યોજાયો હતો.


આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલા પાટણ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના આગેવાનો,કાયૅકતૉઓ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ને માલ્યાપણૅ સાથે કાળી પટ્ટી સાથે મૌન ધારણ કરી રાષ્ટ્રના ઇતિહાસની કલંકિત ઘટના ને વખોડી કાઢી હતી.
પાટણ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પ્રમુખ વશરામભાઈ સોલંકી,મહામંત્રી કલ્પેશ ડોડીયા,વિનોદભાઈ કારલીયા સહિતના આગેવાનો,કાયૅકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.