#PATAN : જિલ્લામાં કોરોના વધુ 17 પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યાં..

સિદ્ધપુર ,પાટણ, શંખેશ્વર અને હારીજ પંથકમાં કોરોના પોઝિટિવ કેસો નોંધાયા..

પાટણ તા.10
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના ના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે સોમવારે પાટણ શહેર સહિત જિલ્લામાં કુલ 17 કેશ કોરોના પોઝિટિવ નાં પ્રકાશમાં આવ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
પાટણ જિલ્લા માં સોમવારે પ્રકાશમાં આવેલાં કોરોના પોઝિટિવ કેસ ની વિગત આપતાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે પાટણ શહેરની ઓતિયાની શેરી, બાલાજી બંગલોઝ,યશનગર,કમૅભૂમિ સોસાયટી,યશ બંગલોઝ,સંધવીની પોળ,સોનીવાડો,કલાનગરી, શ્યામ બંગલોઝ, ઈન્દ્ર પ્રસ્થ સોસાયટી,યશ ટાઉનશિપ મળી કુલ 11 કેસો, સિધ્ધપુર શહેરમાં ધરણીધર સોસાયટી, તાલુકાનાં કલયાણા અને લાલપુર મળી કુલ 3 કેસ, શંખેશ્વરમાં 1 કેસ,અને હારીજ તાલુકાના જસવંતપુરા અને તંબોળીયા મળી 2 કેસ સાથે જિલ્લા માં કુલ 17 કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું આરોગ્ય વિભાગ નાં સુત્રોએ જણાવ્યું હતું.