પાટણ યુનિવર્સિટીમાં મુખ્ય હિસાબી અધિકારી તરીકે ફરજ બજાવી વય નિવૃત બનેલા મકવાણા ગઠીયા નો શિકાર બન્યા..

અમદાવાદ બેંક માંથી રૂ.૭ લાખની રકમ ઉપાડી ઓટો રિક્ષા ધરે જતા હતા ત્યારે બે લબર મુછીયા યુવાનો નજર ચુકવી રોકડ લઈ ફરાર થયા..

મકવાણાએ અજાણ્યા ઈસમો સામે અમદાવાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી..

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં મુખ્ય હિસાબી અધિકારી તરીકે ફરજ બજાવીને તાજેતરમાં વયનિવૃત્ત બનેલા એ.આર.મકવાણા પોતાનું નિવૃત્ત જીવન અમદાવાદ સાબરમતી સ્થિત પરિવારજનોએ સાથે રહેતા હોય તેઓ ગતરોજ બેંક માંથી રૂપિયા ૭ લાખની રકમ ઉપાડી પોતાના પાકિટ માં મુકી પોતાનાં સાબરમતી ખાતે નાં નિવાસ સ્થાને પ્રાઈવેટ ઓટો રિક્ષા માં બેઠાં હતાં તે સમયે રિક્ષા બેઠેલા અન્ય બે લબર મુછીયા યુવાનો એ તેમને વાતો માં વાળી તેઓનાં પાકિટ માં રાખેલી રૂપિયા ૭ લાખની રકમ સિફતપૂર્વક રીતે સેરવી રિક્ષા માંથી ઉતરી પોબારા ભણી ગયાં હતાં જ્યારે આ બાબતની જાણ તેઓને સાબરમતી પોતાના નિવાસસ્થાને ઉતયૉ બાદ થતાં તેઓએ ઓટો રિક્ષા ની તપાસ હાથ ધરી હતી પરંતુ કોઈ જગ્યાએ ઓટો રિક્ષા કે રિક્ષા માં બેઠેલાં બન્ને લબર મુછીયા યુવાનો ની ભાળ નહીં મળતા તેઓએ આ મામલે અમદાવાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માં વર્ષો સુધી મુખ્ય હિસાબી અધિકારી તરીકે ફરજ બજાવી વય નિવૃત બનેલા એ.આર.મકવાણા સાથે બનેલી ઘટનાની પાટણ યુનિવર્સિટી ખાતે ફરજ બજાવતા તેમના હિતેચ્છુ અધીકારીઓ અને કમૅચારીઓ દુઃખ વ્યક્ત કર્યું હતું.