પાટણમાં આ વર્ષે ઉતરાયણ પર્વમાં પતંગ-દોરીના ભાવમાં 25 થી 30 ટકાનો વધારો

શહેરની પતંગ બજારોમાં હાલમાં મંદીનો માહોલ : પર્વ નજીક આવતા ખરીદી વધવાની શક્યતા..

દોરીમાં 100 રૂપિયા અને પતંગની કોડીમાં 50 રૂપિયાથી વધુ વધારો આવ્યો..

ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સરકારની ગાઈડલાઈન પણ જાહેર થઈ ગઈ છે. ત્યારે પતંગ રસીયાઓએ અવકાશી યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

પાટણમાં નગર પાલિકા દ્વારા કોરોના ની ગાઈડ નાં ચુસ્ત અમલ સાથે ફાળલેલી જગ્યાએ ઉભા કરાયેલ પતંગ માર્કેટમાં હાલમાં જોઈએ તેવી ખરીદો ખુલી નથી તો ચાલું સાલે પતંગોના ભાવમાં સામાન્ય કરતાં 25 થી 30 ટકાનો વધારો થયો છે. પતંગ અને માંજાના ભાવમાં રો મટિરિયલ્સ અને કારીગરની મજૂરી વધતા પતંગ અને દોરાના ભાવમાં વધારો થયો હોવાનું પતંગના વેપારીઓએ જણાવ્યું હતું.
આ વર્ષે મકરસંક્રાતિ પહેલા પતંગ-દોરાના ભાવોમાં તોતિંગ વધારો થતા પતંગ રસીયાઓ માટે ઉતરાયણમાં પતંગ ચગાવવાનુ મોંઘુ બની રહેશે તેમ જાણવા મળી રહ્યું છે. આથી કાળઝાળ મૈંઘવારીમાં પીસાતા સામાન્ય મધ્યમવર્ગ માટે ઉતરાયણમાં પતંગની મજા માણવાનુ પણ મોંઘુ બનશે.


પાટણ શહેરમાં નગર પાલિકા દ્વારા ફાળવાયેલા જગ્યા ની સાથે સાથે અન્ય વિસ્તારોમાં પતંગ-દોરાના સ્ટોલ શરૂ થઈ ગયા છે, પરંતુ આ વર્ષે પતંગના ભાવમાં 25 ટકાનો વધારો નોંધાયો છે. દર વર્ષની સરખામણીમાં હાલ પતંગ મોંઘી છે.

આ અંગે વેપારી ગોપાલભાઈ પટણીએ જણાવ્યું કે, છેલ્લા કેટલાય વર્ષથી વેપાર કરું છું.પાટણમા ઉત્તરાયણના તહેવાર નિમિત્તે પતંગ બજારમાં માહોલ હજુ જામ્યો નથી. લોકો અવનવી પતંગની ખરીદી કરવા માટે બજારમાં ઉમટી રહ્યા છે. બજારમાં નાની-મોટી, સસ્તી મોંઘી દરેક પ્રકારની પતંગો ઉપલબ્ધ છે. બજારમાં સૌથી મોંઘી પતંગ 100 થી 120 રૂપિયાના પાંચ નંગ વેચાઈ રહી છે. પ્લાસ્ટિકનાં પંજાના 80 થી100 , નાના પતંગોમાં ગતવર્ષ કરતા 50 રૂપિયા વધુ ભાવ છે.


દોરી ના ભાવ માં પણ ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં સો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. જેમાં એક હજારવાર થી લઇ પાંચ હજાર વાર ની દોરી માં ભાવ વધવા પામ્યા છે. શહેરમાં ખરીદીમાં હાલમાં મંદીની સીધી અસર જોવા મળી રહી છે પરંતુ પર્વ નજીક આવતા ખરીદીમાં 50 ટકાથી વધુ વધારો થશે અને બજાર માં પતંગ દોરી ની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળશે. તવુ વેપારીએ જણાવ્યું હતું.