ભારત રત્ન લતા મંગેશકર કોરોના પોઝિટિવ

92 વર્ષના લતા મંગેશકર ને કોરોના ના લક્ષણો દેખાતા બ્રીચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે


તેમના ફેન્સ એમને જલ્દી તંદુરસ્ત થવાની ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. તેમના પરિજનો નું કહેવું છે કે – “દીદીને કોરોનાના ઓછા લક્ષણો છે પણ તેમની ઉંમરને ધ્યાનમા રાખીને તેમને હોસ્પિટલમાં આઇસીયુ માં રાખવાની સલાહ આપી છે.


રિપોર્ટ નું કહેવું એમ છે કે લતા મંગેશકર ની તબિયતમાં સુધારો છે. લતા મંગેશકર ને કોરોના પોઝિટિવ આવવાના સમાચાર મળ્યા પછી બોલિવૂડ માં હલચલ વધી ગઈ છે .
બોલીવુડ ટીવી ના ઘણા બધા કલાકારો કોરોના ની ચપેટમાં આવી ગયા છે કોરોનાવાયરસ ને મહારાષ્ટ્ર અને મુંબઈમાં સૌથી વધારે કેહર મચાવ્યો છે મહારાષ્ટ્રમાં સોમવારે કોરોનાના 33,470 નવા કેસ આવ્યા 8 લોકોના મૃત્યુ થયા તેમાંથી 13,648 મુંબઈ માયા ત્યાં 5 લોકો ના મુત્યું. બોલિવૂડ અને ટીવી જગતમાં ઘણા બધા કલાકારો કોરોનની ચપેટમાં આવ્યા છે ઘણા સાજા થયા છે ત્યારે હજી ઘણાખરા કલાકારો કોરોના સામે જજુમી રહ્યા છે.