#PATAN : સબરીમાલા હોસ્પિટલનાં ચેરમેન અને એમડી સહિતનાં સ્ટાફ પરિવારે બુસ્ટર ડોઝ લીધો..

કોરોનાની રસી લેવાની બાકી હોય તેવાં લોકો એ રસી લઇ સરકાર ની ગાઈડ લાઈન નું પાલન કરવા અપીલ કરવામાં આવી..

પાટણ તા.૧૧
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના નાં કેશો દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે આ કોરોના ની સંકમણ ને અટકાવવા આરોગ્ય તંત્ર દ્વારા પણ આગવું આયોજન કરવામાં આવ્યું છે તો જે લોકોએ કોરોના રસી નાં બન્ને ડોઝ લીધાને નવ માસનો સમય વિતી ગયો હોય તેવા વ્યક્તિઓની સાથે સાથે ૬૦ વષૅ થી ઉપરની વય ધરાવતા લોકોને બુસ્ટર ડોઝ આપવાનો સોમવાર થી પ્રારંભ કરવામાં આવ્યો છે.


મંગળવારના રોજ પાટણમાં આરોગ્યની સેવા પુરી પાડતી અધતન સુવિધા સાથે ની સબરીમાલા હોસ્પિટલ નાં ચેરમેન મુકેશભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની જ્યોત્સના બેન પટેલ સહિત સબરીમાલા હોસ્પિટલ નાં એમડી પાથૅ પટેલ સાથે હોસ્પિટલના ફન્ટ લાઈન તમામ તબીબો, સ્ટાફ મિત્રોએ કોરોના નો બુસ્ટર ડોઝ લીધો હતો.
સબરીમાલા હોસ્પિટલ નાં ચેરમેન મુકેશભાઈ પટેલે અને હોસ્પિટલ નાં એમડી પાથૅ પટેલે બુસ્ટર ડોઝ લીધા બાદ સંદેશો આપતાં જણાવ્યું હતું કે હાલમાં સમગ્ર ગુજરાતની સાથે સાથે પાટણ જિલ્લા માં કોરોના ની ત્રીજી લહેર પ્રસરી છે રોજ કોરોના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે જે પણ લોકોએ કોરોના ની રસી લીધી નથી તેવાં તમામ લોકોએ તાત્કાલિક કોરોનાની રસી લઇ લેવા અને સરકારી કોવિડ ગાઈડ લાઈન નું ચુસ્તપણે પાલન કરી સોશ્યલ ડિસ્ટન્સ સાથે ફરજિયાત માસ્ક પહેરવા તેઓએ અપીલ કરી હતી.