#PATAN : શહેરના વેરાઈ ચકલા વ્યાસ સ્મૃતિ ફલેટ નીચેનાં માગૅનુ નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું..

વિસ્તારના રહીશો એ વોડૅ નાં કોર્પોરેટર સહિત પાલિકા તંત્ર નો આભાર વ્યક્ત કર્યો..

પાટણ તા.11
પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ વિસ્તારમાં આવેલ વેરાઈ ચકલા વ્યાસ સ્મૃતિ ફ્લેટ ની આગળના ભાગે પાટણ નગરપાલિકા દ્વારા સીસી રોડનું કામ મંગળવારના રોજ શરૂ કરવામાં આવેલ છે.
ઉપરોક્ત વિસ્તારમાં છેલ્લા ધણા સમયથી નવીન રોડ બનાવવાની માંગ વિસ્તારના રહીશો માં ઉઠવા પામી હતી ત્યારે આ વિસ્તારના કોર્પોરેટર ગોપાલ સિંહ રાજપૂત અને છાયાબેન રાવલ દ્વારા આ કામ મંજૂર થાય તે માટે પાલિકા સંચાધીશો સમક્ષ રજૂઆત કરી આ રોડ મંજુર કરવામાં આવેલ જે મંજુર થયેલ સીસીરોડ ની કામગીરી મંગળવારના રોજ પાલિકા દ્વારા હાથ ધરવામાં આવતાં તેનું નિરિક્ષણ આ વિસ્તારના કોર્પોરેટર ગોપાલ સિંહ રાજપુત અને છાયાબેન રાવલ દ્વારા કરી રોડની કામગીરી વ્યવસ્થિત રીતે કરવા સુચિત કયૉ હતાં.
શહેરના વેરાઈ ચકલા વ્યાસ સ્મૃતિ ફલેટ નીચેનાં માગૅનુ નવીનીકરણ હાથ ધરવામાં આવતાં વિસ્તારના રહીશો એ કોર્પોરેટર ગોપાલ સિંહ રાજપૂત અને છાયાબેન રાવલ સહિત પાલિકા તંત્ર નો આભાર વ્યક્ત કર્યો હતો.