#PATAN : લણવા,ચાણસ્મા અને હારિજ ખાતે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું..

પાટણ તા.11
હાલમાં કોરોનાની ત્રીજી લહેર પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં પ્રસરી ચુકી છે ત્યારે કોરોના ના કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં ઓક્સિજન પ્લાન્ટ કાયૅરત બનાવવામા આવી રહ્યા છે ત્યારે ચાણસ્મા વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વમંત્રી દિલીપ ઠાકોર દ્વારા મંગળવારે પોતાના મતવિસ્તારમાં લણવા પી એચ સી તેમજ ચાણસ્મા રેફરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે ચાણસ્મા વિધાનસભાના ધારાસભ્ય દિલીપજી ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી શ્રીમતી ભાનુમતીબેન મકવાણા, તાલુકા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈભાઈ પટેલ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ દીપમાલાબેન પટેલ, ભાવિનભાઈ પટેલ, બક્ષીપંચ મોરચાના વિનયસિંહ ઝાલા, ચાણસ્મા તાલુકા પંચાયતના અધ્યક્ષ બાબુભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી યોગેશભાઈ ભાવસાર, ચાણસ્મા મામલતદાર નીતિનભાઈ પાલ , મહામંત્રી કિરણભાઈ જાની, મુકેશભાઈ દાઢી.વિક્રમસિહ .કૌશિકભાઈ પટેલ. તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ પટેલ., નરેશભાઈ પરમાર સહિત આરોગ્યના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ. નગરપાલિકાના સભ્યો. સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.