#PATAN : જિલ્લામાં કોરોના નાં કેસો વધ્યા..કોરોના ની ત્રીજી લહેર મા સૌથી વધુ 24 કેસો કોરોના પોઝિટિવ નાં પ્રકાશમાં આવ્યાં..

સિદ્ધપુર ,પાટણ, શંખેશ્વર અને ચાણસ્મા પંથકમાં કોરોના પોઝિટિવ કેસો પ્રકાશમાં આવ્યા..

પાટણ જિલ્લામાં હાલ 76 કેસો એકટીવ..

પાટણ તા.11
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના ના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે મંગળવારે પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોના ની ત્રીજી લહેર મા સૌથી વધુ 24 કેશ કોરોના પોઝિટિવ નાં પ્રકાશમાં આવ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
પાટણ જિલ્લા માં મંગળવારે પ્રકાશમાં આવેલાં કોરોના પોઝિટિવ કેસ ની વિગત આપતાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે

પાટણ શહેરના તિરુપતિ નગર,કેન્સવિલા સોસાયટી, અન્નપૂર્ણા સોસાયટી લૉલીવાડી પાસે, જલારામ મંદિર પાછળ,સુયૅનગર, સુભાષ ચોક રોડ,રાજ લક્ષ્મી સોસાયટી 7 કેસ

ધારપુર ગામમાં 3, ધારપુર મેડિકલ કેમ્પસમાં 1

સિધ્ધપુર શહેરની પુષ્પ વાટિકા હાઈવે રોડ, શેઠની પોળ,કાઝી ખાનપુરા, ગ્રીનપાર્ક સોસાયટી મળી 4, જયારે તાલુકાના ચંદ્રાવતી અને આંકવી મળી 2 કેસ,

જ્યારે ચાણસ્મા તાલુકાના સેવાળા અને છમીછા 2 કેસ તો પલાસરમા 2 કેસ,

જ્યારે શંખેશ્વર ના પ્લોટ વાસ માં 2 કેસ મળી

જિલ્લામાં કુલ 24 કેસો કોરોના પોઝિટિવ પ્રકાશમાં આવવા પામ્યા છે.