સુપ્રીમ કોર્ટે સ્વતંત્ર સમિતિની રચના કરી પંજાબમાં પીએમ સુરક્ષા ભંગની તપાસ માટે…..

  • ઈન્દુ મલ્હોત્રા- સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ, સમિતિનું નેતૃત્વ કરશે.
  • પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ તથા NIA રાષ્ટ્રીય તપાસ એજન્સીના ઉચ્ચ અધિકારી સહાયતા કરશે.
  • ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાની આગેવાની હેઠળની બેન્ચે અગાઉ જણાવ્યું હતું કે કોર્ટ તપાસ પેનલની રચના કરશે.

ઘટના શું હતી….
વડા પ્રધાનના કાફલાને પંજાબના ફિરોઝપુર જિલ્લામાં એક ફ્લાયઓવર પર 20 મિનિટ માટે રોકી દેવામાં આવ્યો હતો.
અને આ ઘટનાને ગંભીર સુરક્ષા ભંગ તરીકે ઓળખવામાં આવી હતી અને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ઝઘડો થયો હતો.

કેન્દ્ર અને પંજાબ સરકાર આ મામલાની તપાસ માટે પોતપોતાની પેનલ બનાવી રહી છે.

જ્યારે સર્વોચ્ચ અદાલતે આ બાબતની સુનાવણી કરી, ત્યારે બંને સમિતિઓને તેમની તપાસ અટકાવવા માટે કહેવામાં આવ્યું હતું અને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને તમામ સંબંધિત પ્રવાસ રેકોર્ડને સુરક્ષિત રાખવા માટે નિર્દેશિત કરવામાં આવ્યા હતા.

કેન્દ્રએ પણ આ ઘટના પાછળ વિદેશી હાથ અને “સીમા પાર આતંકવાદ”ની શક્યતા દર્શાવી હતી.