સ્વામી વિવેકાનંદજી ના જન્મ જયંતી પર્વને અનુલક્ષીને મલ્યાપણૅ કરાયું..

12 જાન્યુઆરી એટલે યુવાદિન સાથે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી દિવસ
સ્વામી વિવેકાનંદજી ના જન્મ દિવસની ઉજવણી ના ઉપલક્ષ્યમાં પાટણ શહેર નાં રેલવે સ્ટેશન નજીક આવેલ સ્વામી વિવેકાનંદ ની પ્રતિમા ને ભારત વિકાસ પરિષદ પાટણ શાખા સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા માલ્યાર્પણ સાથે વંદના કરી સ્વામી વિવેકાનંદજી અમર રહો… ભારત માતાકી જય… વંદે માતરમ્… ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો… જેવા નારા લગાવવામાં આવ્યા હતા.


આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ શાખાના ટ્રસ્ટીઓ ભાનુભાઈ સોની,અશ્વિનભાઈ પારેખ,શાંતિભાઈ સ્વામી શાખા પ્રમુખ પારસભાઈ ખમાર, મંત્રી જીતુભાઈ ઓતીયા, ખજાનચી દિનેશભાઈ પટેલ ઉત્તર પ્રાંતના મહામંત્રી હેમંતભાઈ કાંટાવાલા તેમજ કારોબારી મિત્રો વિજયભાઈ પટેલ, ડો.શૈલેષભાઈ સોમપુરા, દિલીપભાઈ પટેલ, ભરતભાઈ પટેલ નારણભાઈ પટેલ રાજુભાઈ પરીખ, કમલેશભાઈ સ્વામી સહિત મોટી સંખ્યામાં સંસ્થાના સભ્યો હાજર રહ્યા હતા.