પાટણની પદ્મ દશૅન રેસીડેન્સી વિસ્તારમાં ઉન્નતિ સંસ્થા દ્વારા આયુર્વેદિક ઉકાળા નું નિઃશુલ્ક વિતરણ કરાયુ..

ઉન્નતિ સંસ્થા દ્વારા ઉકાળા વિતરણ કાર્યક્રમ ના બુધવારે છઠ્ઠા દિવસે જિલ્લા વહીવટી તંત્ર ના માર્ગદર્શન હેઠળ પાટણ દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેર થી રક્ષણ મેળવવા તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારવા આર્યુવેદિક ઉકાળા કેમ્પ નું પદ્મ દશૅન રેસીડેન્સી વિસ્તારમાં આયોજન કરવામાં આવેલ હતું.
આ આયુર્વેદિક ઉકાળા વિતરણ નો વિસ્તાર નાં લોકો એ લાભ લીધો હતો.


આ આયુર્વેદિક ઉકાળા વિતરણ કાર્યક્રમ ને સફળ બનાવવા વિસ્તાર ના રમેશભાઈ ઠક્કર, વિજયભાઈ યોગી,
પિયુષભાઈ પ્રજાપતિ,
શૈલેશભાઈ પ્રજાપતિ,
જયેશભાઈ પ્રજાપતિ. કાંતિભાઈ પ્રજાપતિ સહિત ઉન્નતિ ફાઉન્ડેશન ના પ્રમુખ પરેશભાઈ મકવાણા એ ઉપસ્થિત રહી સેવાઓ આપી હતી.