બાલીસણા હોમગાર્ડ યુનિટ ના 23 સભ્યોએ બુસ્ટર ડોઝ લીધો..

અન્ય લોકોને પણ બુસ્ટર ડોઝ લેવા અપીલ કરી..

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના ની ત્રીજી લહેરે પગ પેસારો કર્યો છે. ત્યારે કોરોના ની સંક્રમણને અટકાવવા આરોગ્ય તંત્ર પણ સાબદુ બન્યું હોય જે વ્યક્તિઓએ કોરોના ના બંને ડોઝ લીધા હોય અને તેમના નવ મહિનાનો સમય થઈ ગયો હોય તેવી વ્યક્તિને તેમજ 60 વર્ષથી ઉપરની ઉંમર ધરાવતા વ્યક્તિઓને બુસ્ટર ડોઝ આપવાનો પ્રારંભ સોમવારથી કરવામાં આવ્યા છે.
ફ્રન્ટલાઈન કર્મચારીઓ દ્વારા બુસ્ટર ડોઝ લેવામાં આવી રહ્યો છે. ત્યારે પાટણ તાલુકાના બાલીસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બાલીસણા હોમગાર્ડ યુનિટ ના 23 હોમગાર્ડ સભ્યોએ કોવિડ વેક્સિંન નો બુસ્ટર ડોઝ લઈને અન્યોને પણ બુસ્ટર ડોઝ લઈ લેવા અપીલ કરી હતી..