શ્રી વી. એમ. દવે માધ્યમિક શાળા ખાતે સ્વામી વિવેકાનંદ જયંતિ ની ઉજવણી કરવામાં આવી..

12 જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ આ દિન નિમિત્તે શહેરની વી એમ દવે સ્કૂલમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓ તથા સમગ્ર સ્ટાફ દ્વારા સ્વામી વિવેકાનંદજીના ફોટો ને પુષ્પમાળા અર્પિત કરી ને ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા મારી નજરે સ્વામી વિવેકાનંદ વિષય પર વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. તેમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
શાળાના શિક્ષક મિત્રો રીચાબેન સથવારા , રિદ્ધિબેન ભટ્ટ, ગણપતભાઈ ભાટિયા, પરમાર ગીરીશભાઈ, હમીદ ભાઇ શેખ સહિત નો સ્ટાફ હાજર રહ્યો હતો.
આ પ્રસંગે શાળા સુપરવાઇઝર મમતાબેન ખમારે વિવેકાનંદજીના કેટલાક પ્રસંગો રજૂ કર્યા હતા. આચાર્ય જયેશભાઈ વ્યાસ દ્વારા આ પ્રસંગે બધાને સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી ની શુભેચ્છાઓ પાઠવી હતી.