આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત N.S.S વિભાગ દ્વારા સ્વામી વિવેકાનંદ દિન નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ..

12 જાન્યુઆરી એટલે યુવાદિન સ્વામી વિવેકાનંદ દિન આ દિનની ઉજવણી હેમ.ઉ.ગુ. યુનિ પાટણ સંલગ્ન શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી.ડી.એસ આર્ટસ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ,પાટણ ખાતે વક્તૃત્વ સ્પર્ધા રાખવામાં આવી હતી. મારી દ્રષ્ટિએ વિવેકાનંદજી વિષય ઉપર આયોજિત વકૃત્વ સ્પર્ધામાં કોલેજના 20 વિદ્યાર્થીઓએ ભાગ લઈને
વિવેકાનંદજીના વિચારો, આદર્શો અને તેમના કેટલાક પ્રસંગો રજૂ કર્યા હતા.
સ્પર્ધામાં પ્રથમ નંબર પંચાસરા કલ્પેશ, બીજા નંબરે જોશી અંશું અને ત્રીજા નંબરે રબારી અપેક્ષા વિજેતા બનતા તેમને શિલ્ડ, પ્રમાણપત્ર અને પુસ્તક ભેટ આપવામાં આવ્યા હતા.
જ્યારે અન્ય સ્પધૅક વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને પુસ્તક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે કોલેજના અધ્યાપક ડૉ. શૈલેષભાઈ પ્રજાપતિ,ઈશિતા બેન ઠક્કર, રક્ષિતાબેન પટેલે સેવાઓ આપી હતી.
આ પ્રસંગે અધ્યાપક મિત્રો રાહુલભાઈ પટેલ, પરેશભાઈ દેસાઈ,જશવંતભાઈ રાણા, લતીફ ભાઈ હાજર રહ્યા હતા. N.S.S વિભાગના કો.ઓર્ડીનેટર ડૉ.પારસ ભાઈ ખમારે વિવેકાનંદજીના આદર્શો જીવનમાં ઉતારવા અપીલ કરી હતી.