શહેરના રોકડીયા ગેટ વિસ્તારમાં જજૅરીત બનેલ લોખંડનો પોલ પાલિકા દ્વારા દુર કરાયો..

વિસ્તાર નાં કોર્પોરેટર સહિત ભૂગર્ભ ગટર શાખાના ચેરમેન ની કામગીરી સરાહનીય બની..

પાટણ શહેરના રોકડીયા ગેટ વિસ્તારમાં આવેલ જીઇબી ની ડીપી પાસે ઊભો કરવામાં આવેલ ભૂગર્ભ ગટરની એર સપલાયર માટે નો લોખંડ નો પોલ જજૅરિત બની પડવાનાં વાકે ઊભો હતો જે બાબતે આ વિસ્તારના રહીશો દ્વારા આ વિસ્તારના કોર્પોરેટર ગોપાલ સિંહ રાજપૂત અને પાલિકા ની ભૂગૅભ ગટર શાખાના ચેરમેન જયેશભાઈ પટેલ ને રજુઆત કરવામાં આવતાં તેઓએ તાત્કાલિક ધટના સ્થળે આવી તપાસ હાથ ધરી જજૅરીત બનેલા લોખંડનાં પોલ ને દુર કરવા જીઇબી નો વિજ સપ્લાય બંધ કરાવી પાલિકા નાં કમૅચારીઓ દ્વારા આ પોલ દુર કરી વિસ્તારના લોકો ની સમસ્યાનુ ત્વરિત નિવારણ લાવવામાં આવતાં વિસ્તારના રહીશો એ આ વિસ્તારના કોર્પોરેટર ગોપાલ સિંહ રાજપૂત અને ભૂગર્ભ ગટર શાખાના ચેરમેન જયેશભાઈ પટેલ ની કામગીરી ને સરાહનીય લેખાવી હતી.