પાટણની ધમૅપ્રેમી જનતાને પૂજ્ય મુકુદાનંદજી સ્વામી દ્વારા આધ્યાત્મિક તત્વજ્ઞાન નાં સિધ્ધાંતો વીશે અવગત કરાયા..

પાટણ ધારાસભ્ય ડો કિરીટ પટેલે મહારાજશ્રી નાં આશિર્વાદ મેળવ્યા.

પાટણ તા.૧૨
છેલ્લા સત્તર વર્ષથી પાટણની પાવન ધરા પર પધારીને પાટણના ભાવિક ભકતોને પંચમ મૂલ જગદગુરુ શ્રીકૃપાલુજી મહારાજના આધ્યાત્મિક તત્વજ્ઞાનના સિધ્ધાંતોને સુગમ અને રસમય શૈલીમાં સમજાવી રહ્યા છે તેવા પ્રખર પ્રચારક એવા સ્વામી શ્રીમુકુન્દાનંદજી ફરી એક વાર પધારેલ છે.તા. ૧૧/૦૧/૨૨ થી ૧૩/૦૧/૨૨ સુધી સાંજે ૭.૦૦ થી ૯.૦૦ કલાક સુધી રામજી મંદિર, છીડીયા દરવાજા પાસે “ભગવદગીતા થકી જીવન ઘડતર” વિષય પર પ્રવચન આપી રહ્યા છે.
તેમના દ્વારા તેમના ત્રણ પુસ્તકો (૧) ભગવદ્ ગીતા-ધ સોંગ ઓફ ગોડ (૨) માય વિઝડમ બુક અને (૩) માઈન્ડ મેનેજમેન્ટનું વિજ્ઞાનનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના આજે બુધવારે બીજા દિવસે પાટણના ધારાસભ્ય ડો. કીરીટભાઇ પટેલ દ્વારા પૂ.સ્વામીજીનું માલ્યાર્પણ કરીને કાર્યક્રમની શરૂઆત કરાવવામાં આવી હતી.